For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈસરો આજે અંતરિક્ષમાં રચશે ઈતિહાસ, લૉન્ચ થશે સૌથી નાનો સેટેલાઈટ કલામસેટ

ઈસરો અંતરિક્ષમાં રચશે ઈતિહાસ, લૉન્ચ થશે સૌથી નાનો સેટેલાઈટ

|
Google Oneindia Gujarati News

શ્રીહરિકોટાઃ શ્રીહરિકોટાથી આજે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન વર્ષનું પહેલું મિશન લૉન્ચ કરશે. ઈસરો આજે પીએસએલવી સી-44ની મદદથી માઈક્રોસેટ-આર સેટેલાઈટ ઉપરાંત સેટેલાઈટ કલામસેટને પણ લૉન્ચ કરશે. આવું પહેલી વખત બની રહ્યું છે જ્યારે કોઈ વિદ્યાર્થીએ તૈયાર કરેલ કોઈ સેટેલાઈટ લૉન્ચ કરવામાં આવશે. આ સેટેલાઈટને ગુરુવારે રાત્રે 11.37 મિનિટ પર લૉન્ચ કરવામાં આવશે. ઈસરોનો પીએસએલવીની સાથે થનાર આ 46મું મિશન છે. બુધવારે 16 કલાકનું કાઉન્ટડાઉન પૂરું થઈ ચૂક્યું છે. ઈસરો તરફથી એક ટ્વીટ કરી આ વાતની જાણકારી આપવામાં આવી છે.

મિલેટ્રી સેટેલાઈટનું લૉન્ચિંગ સૌથી મહત્વનું

મિલેટ્રી સેટેલાઈટનું લૉન્ચિંગ સૌથી મહત્વનું

મધ્ય રાત્રી પહેલા થનાર આ લૉન્ચ એટલા માટે ખાસ છે કેમ કે પીએસએલવી- સી44ના ફોર્થ સ્ટેજને બીજી વખત ઉપયોગમાં લેવામાં આવી રહ્યું છે. બંને સેટેલાઈટને ફર્સ્ટ લૉન્ચ પેડની મદદથી અંતરિક્ષમાં મોકલવામાં આવશે. પીએસએલવી એક ફોરથ સ્ટેજનું લૉન્ચ વ્હીકલ છે જેને સોલિડ અને લિક્વિડ બંને રીતે ઉપયોગમાં લઈ શકાય છે. માઈક્રોસેટ-આ એક મિલેટ્રી સેટેલાઈટ છે અને આ ડીઆરડીઓએ તૈયાર કર્યો છે. ધી હિંદૂ તરફથી જણાવવામાં આવ્યું છે કે આ સેટેલાઈટનો વજન 740 કિલોગ્રામ છે અને ઈસરોનું કહેવું છે કે લૉન્ચિંગના માત્ર 15 મિનિટમાં જ સેટેલાઈટ અંતરિક્ષમાં સ્થાપિત થઈ જશે.

કલામસેટ શું છે

કલામસેટ શું છે

કલામસેટ સેટેલાઈટને ભારતીય વિદ્યાર્થીઓના એક સમૂહે તૈયાર કર્યો છે. જેનું નામકરણ દેશના પૂર્વ રાષ્ટ્રપતિ અને મિસાઈલમેનના નામે મશહૂ ડૉ. અબ્દુલ કલામના નામ પર કરવામાં આવ્યું છે. કલામસેટ દુનિયાનો સૌથી નાનો સેટેલાઈટ છે. ઈસરોએ આ સેટેલાઈટ લૉન્ચિંગ મિશનમાં PS-4 પ્લેટફોર્મને વિદ્યાર્થીઓએ બનાવેલ સેટેલાઈટનો ઉપયોગ કરવાનો ફેસલો લીધો છે. કલામસેટ એટલો નાનો સેટેલાઈટ છે કે તેને ફેમ્ટોની શ્રેણીમાં રાખવામાં આવ્યો છે.

જીસેટ વર્ષ 2018નું આખરી મિશન

જીસેટ વર્ષ 2018નું આખરી મિશન

ઈસરોએ અગાઉ ડિસેમ્બરમાં જીસેટ-7એ કમ્યૂનિકેશન સેટેલાઈટ લૉન્ચ કર્યો હતો. આ સેટેલાઈટને ઈન્ડિયન એરફોર્સની મદદથી લૉન્ચ કરવામાં આવ્યો હતો. સેટેલાઈટ ઈન્ડિયન એરફોર્સને વધુ તાકાતવર બનાવશે. વિવિધ રડાર સ્ટેશન્સ, એરબેસ અને અવૉક્સ એરક્રાફ્ટને એકબીજા સાથે જોડી શકાશે. આ કારણે વાયુસેનાના નેટવર્ક આધારિત યુદ્ધની ક્ષમતામાં વધારો થઈ શકશે. જીસેટ- 7એ ન માત્ર તમામ એરબેસને અંદરોઅંદર જોડશે બલકે આઈએએફના ડ્રોન એપરેશન્સમાં પણ વધારો કરશે.

સારો વિકાસદર હોવા છતાં આ 12 રાજ્યો રોજગાર આપવામાં નિષ્ફળસારો વિકાસદર હોવા છતાં આ 12 રાજ્યો રોજગાર આપવામાં નિષ્ફળ

English summary
ISRO to launch first satellite Kalamsat of 2019 today PSLV C-44 and it will help Indian Military.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X