For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુરુવારે લોન્ચ થશે ISROની સેટેલાઇટ GSAT-6A, સેનાને મળશે આ મદદ

ગુરુવાર આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી જીસૈટ-6એ કમ્યુનિકેશન સેટેલાઇટ લોન્ચ કરશે. સાંજે 4:56 મિનિટે આ સેટેલાઇટના લોન્ચ ઇસરોની સાથે જ સેના માટે જ ખૂબ જ મહત્વની છે.

|
Google Oneindia Gujarati News

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ સેન્ટર ઓર્ગનાઇજેશન (ઇસરો) ગુરુવાર આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરથી જીસૈટ-6એ કમ્યુનિકેશન સેટેલાઇટ લોન્ચ કરશે. આજે સાંજે 4:56 મિનિટે આ સેટેલાઇટને લોન્ચ કરવામાં આવશે. આ લોન્ચ ઇસરોની સાથે જ સેના માટે જ ખૂબ જ મહત્વની છે. અને તેની સફળ લોન્ચિંગથી ઇસરો એક વધુ હરણફાળ ભરશે. આ સેટેલાઇટ લોન્ચની ગણતરી બુધવાર બપોરથી જ શરૂ થઇ ગઇ હતી. જીસૈટ-6એની લોન્ચિંગ સેનાને આપનાર કમ્યુનિકેશન સર્વિસની ગુણત્તમાં સુધારો થશે. આ સેટેલાઇટમાં અનેક ખૂબીઓ છે. વળી તેમાં 6 મીટર લાંબા છત આકારનો એન્ટિના પણ લગાવવામાં આવ્યો છે. જે તેની ખાસયિત છે. ઇસરોના જણાવ્યા મુજબ આ એન્ટેના અન્ય તમામ એન્ટેનાથી ત્રણ ઘણો મોટો છે અને આ માટે તે કોઇ પણ જગ્યાએથી સરળતાથી કમ્યૂનિકેશન કરવા સક્ષમ છે.

isro

આનાથી જોડાયેલા વૈજ્ઞાનિકે જણાવ્યું કે જીસૈટ- 6 એ અન્ય કમ્યૂનિકેશન સેટેલાઇટ કરતા અલગ છે. આ સેટેલાઇટ રક્ષામાં મદદ કરશે. જીસૈટ 6 એનું વજન 2,140 કિલોગ્રામ છે. અને તેમાં પ્રયોગમાં લેનાર રોકેટ 49.1 મીટર લાંબુ અને 415.6 ટન વજન વાળું છે. લોન્ચ થયાની 17 મિનિટ પછી જીસૈટ 6 એ કક્ષામાં પહોંચી જશે. આ સમગ્ર મિશનની કિંમત 270 કરોડ રૂપિયા માનવામાં આવી રહી છે અને તેને બનાવવામાં 10 વર્ષોની મહેનત લાગી છે. ઇસરોની તરફથી 95 સ્પેસક્રાફ્ટ મિશન લોન્ચ થઇ ચૂક્યું છે. અને આ જાન્યુઆરીમાં જ ઇસરોએ પોતાની 100 મી સેટેલાઇટ અંતરીક્ષમાં મોકલી હતી. અને તેના લોન્ચ સાથે જ ભારત 3 સ્વદેશી ઉપગ્રહો સિવાય કેનેડા, ફ્રાંસ, બ્રિટન અને અમેરિકાના 28 સેટેલાઇટ પણ લોન્ચ કર્યા હતા.

English summary
ISRO launch Gsat-6A communication satellite from Satish dhawan space centre Sriharikota
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X