For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈસરોએ દેશના સૌથી ભારી ઉપગ્રહ GSAT-11 લૉન્ચ કર્યો, ઈન્ટરનેટની સ્પીડ વધશે

ઈસરોએ દેશના સૌથી ભારી ઉપગ્રહ GSAT-11 લૉન્ચ કર્યો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ દેશના વૈજ્ઞાનિકોએ મોટી એક ઉપલબ્ધી હાંસલ કરી લીધી છે. ઈસરોએ આજે ભારતનો સૌથી ભારતી ઉપગ્રહ જીસેટ-11નું સફળ લૉન્ચિંગ કર્યું છે. જેને યૂરોપીય અંતરિક્ષ એજન્સી એરિયાનેસ્પેસ-5 રોકેટથી ફ્રાન્સ ગુઆનાથી પ્રક્ષેપિત કરવામાં આવ્યો. આ ઉપગ્રહ લાંબા સમય સુધી ઉચ્ચ પ્રવાહ ક્ષમતા વાળો છે જે ઈન્ટરનેટની સ્પીડ વધારવામાં ભારે મદદ કરશે. આ ભારે ભરખમ ઉપગ્રહનું કુલ વજન 5854 કિલો છે. જેને 36000 કિમીની ઉંચાઈ પર સ્થાપિત કરવામાં આવશે.

gsat 11

આ ઉપગ્રહનો કાર્યકાળ 15 વર્ષથી વધુ હશે. જેના નિર્માણમાં કુલ 500 કરોડ રૂપિયાનો ખર્ચો આવ્યો. વિશેષ સંકેતોને ગ્રહણ કરનાર યંત્ર ટ્રાન્સપૉડર પણ આમાં લગાવવામાં આવ્યું છે, જેની કુલ સંખ્યા 40 છે. જેની મદદથી ઈન્ટરનેટની સ્પીડ વધારવામાં પણ ભારે મદદ મળશે, જેનો પ્રયોગ સૂચના અને ટેક્નિકલ ક્ષેત્રમાં કરવામાં આવી શકે છે. આની મદદથી ઈ-ગવર્નેન્સને પ્રોત્સાહન મળશે અને ગ્રામ પંચાયતો સુધી ઈન્ટરનેટ પહોંચાડી શકાશે.

ઉલ્લેખનીય છે કે દેશમાં ઈન્ટરનેટના ક્ષેત્રમાં ક્રાંતિ લાવવા માટે ચાર ઉપગ્રહ પ્રક્ષેપિત કરવાની યોજના છે, જેમાં જીસેટ-1-9 અને જીસેટ 29ને અગાઉથી જ પ્રક્ષેપિત કરી દેવામાં આવ્યા છે. જીસે 11ને 5 ડિસેમ્બર રાત્રે 2.7 વાગ્યાથી 3.23 વાગ્યા દરમિયાન લૉન્ચ કરવામાં આવ્યો છે. જ્યારે જીસેટ 20ને આગામી વર્ષે પ્રક્ષેપિત કરવામાં આવશે. ઈસરોના અધ્યક્ષ શિવને પણ જણાવ્યું કે 2019થી દેશભરમાં 100થી વધઉ ગીગાબાઈટ બ્રોડબેન્ડ કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાશે.

આ પણ વાંચો- સોહરાબુદ્દીન એનકાઉન્ટર ફેક હતું, CBIએ સ્પેશિયલ કોર્ટને જણાવ્યું

English summary
Isro launches india's biggest satellite Gsat-11 which will help to increase internet.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X