ઈસરોનો Gsat-7A લૉન્ચ થયો, ઈન્ડિયન એરફોર્સને કામ આવશે
હૈદરાબાદઃ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશને જીસેટ-7એ કોમ્યુનિકેશન સેટેલાઈટ શ્રીહરિકોટાથી સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લૉન્ચ કરી દીધો છે. આ સેટેલાઈટને જીએસએલવી-એફ11 રોકેટથી લૉન્ચ કર્યો છે. આ સેટેલાઈટ ઈન્ડિયન એરફોર્સને વધુ તાકાતવર બનાવશે. વિવિધ રડાર સ્ટેશન્સ, એરબેસ અને અવૉક્સ એરક્રાફ્ટને અંદરોઅંદર જોડવામાં આવી શકે છે. જેના કારણે વાયુસેનાના નેટવર્ક આધારિત યુદ્ધની ક્ષમતામાં વધારો કરવામાં આવી શકે છે. સાથે જ દુનિયાભારમાં ઓપરેશન્સમાં પણ મદદ મળી શકશે.
ડ્રોન ઓપરેશનમાં સહેલાય હશે
જીસેટ-7એ માત્ર એરફોર્સને જ નહિં જોડે બલકે આઈએએફના ડ્રોન ઓપરેશન્સમાં પણ વધારો કરશે. આ સેટેલાઈટ આઈએએફના કન્ટ્રોલ સ્ટેશનો અને ડ્રોનના સેટેલાઈટ કન્ટ્રોલ સિસ્ટમને અપગ્રેડ કરાવવામાં આી શકશે. જેના કારણે રેન્જમાં તો વધારો થશે જ સાથોસાથ યૂએવીની ક્ષમતા પણ વધારી શકાશે. સેટેલાઈટ એવા સમયે લૉન્ચ થઈ રહ્યો છે જ્યારે ભારત, અમેરિકાથી સી ગાર્ડિયન ડ્રોનની ખરીદ પ્રક્રિયાને આગળ વધારી રહી છે. આ ડ્રોન ઉંચાઈ વાળી જગ્યા પર કામ કરવા વાળો અને ઉચ્ચ ક્ષમતા વાળો સેટેલાઈટથી કન્ટ્રોલ થનાર ડ્રોન છે. ગાર્ડિયન ડ્રોન દુશ્મનના લક્ષ્ય પર લાંબી દૂરીથી આસાનીથી નિશાન લગાવી શકાય છે.
એરફોર્સ માટે તૈયાર કરાયો
જીસેટ-7એને ખાસ રીતે ઈન્ડિયન એરફોર્સ માટે તૈયાર કરવામાં આવ્યો છે. આ એક 500થી 800 કરોડ રૂપિયા સુધની કિંમત વાળો સેટેલાઈટ છે. આમાં ચાર સોલાર પ્લાન્ટ્સમાં છે જે 3.3 કિલોવૉટ સુધીની વીજળી પેદા કરવાની ક્ષમતા ધરાવે છે. આ ઈસરોનો 35મો કોમ્યુનિકેશન સેટેલાઈટ છે અને જીએસએલવી રોકેટની અંતરિક્ષમાં 13મી ઉડાન છે. જીસેટ-7એથી પહેલા ઈસરોએ જીસેટ-7 લૉન્ચ કર્યો હતો. આ સેટેલાઈટને રુક્મિણી નામ પણ આપવામાં આવ્યું હતું. જીસેટ-7 ખાસ કરીને ઈન્ડિયન નેવી માટે તૈયાર કરવામાં આવ્યો હતો. આ સેટેલાઈટને 29 સપ્ટેમ્બર 2013ના રોજ લૉન્ચ કર્યો હતો. જીસેટ-7એ નેવીની ઈન્ડિયન ઓશિન રીઝન એટલે આઈઓઆરમાં લગભગ 2000 નૉટિકલ મીલની દૂરમાં હાલની ભારતીય વૉરશિપ્સ, સબમરિન અને મેરીટાઈમ એરક્રાફ્ટ પર નજર રાખવામાં મદદ કરી હતી.
અલવિદા 2018: તાકાતવાન થયો ભારતીય પાસપોર્ટ, જાણો ભારતની બીજી મોટી સિદ્ધિઓ