Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Isro spadex : શું હોય છે સ્પેસ ડોકિંગ? જાણો કેમ ઈસરો તેને લઈને દુનિયાભરમાં ચર્ચામાં છે?

Isro spadex : ભારતની અવકાશ રિસર્ચ સંસ્થા ઈસરોએ હાલમાં જ spadex મિશન દ્વારા ઇતિહાસ રચ્યો છે. ઈસરોની આ ઉપલબ્ધિની દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે.

Spadex મિશન સાથે ભારતે અવકાશમાં બે સ્પેસ ક્રાફ્ટને એકસાથે જોડીને ઇતિહાસ રચ્યો છે. ભારતની આ ઉપલબ્ધિ ભવિષ્યમાં સમાનવ મિશન માટે મહત્વની સાબિત થવાની છે.

Isro spadex

આવુ કરનારો ભારત માત્ર ચોથો દેશ બન્યો છે. ભારત પહેલા આ કામ માત્ર અમેરિકા, રશિયા અને ચીન જ કરી શક્યા છે. હવે ભારતે તેના ઉપલબ્ધિથી દુનિયામાં કંડો વગાડ્યો છે.

ઇસરો એ 30 ડિસેમ્બરે સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ એટલે કે સ્પેડેક્સ મિશન લોન્ચ કર્યું હતું. આ મિશનમાં PSLV-C60 રોકેટ દ્વારા પૃથ્વીથી 470 કિમી ઉપર બે અવકાશયાનને તૈનાત કરવામાં આવ્યા હતા. આ બંને રોકેટ 28,800 કિમી/કલાકની ઝડપે અવકાશમાં ટ્રાવેલ કરી રહ્યાં હતા.

હવે ISRO એ આ બંને અવકાશયાનને જોડવામાં સફળતા મેળવી છે. ઈસરોએ કહ્યું કે આગામી દિવસોમાં બંને અવકાશયાનમાં ઇલેક્ટ્રિક પાવર ટ્રાન્સફર કરવામાં આવશે અને પછી અનડોકિંગ થશે.

સ્પેસ ડોકીંગનો અર્થ થાય છે અવકાશમાં બે અવકાશયાનોને જોડવા. ઈસરોએ બે અવકાશયાન સ્પેડેક્સ એ અને સ્પેડેક્સ બી અવકાશમાં મોકલ્યા હતા. આ બંને અવકાશયાનનું વજન 220 કિલો છે. બંને અવકાશયાનની ગતિ ગોળીની ગતિ કરતા પણ ઘણી વધારે હતી.

આ પછી સ્પીડ ઓછી કરવામાં આવી અને ત્યારબાદ એકબીજા સાથે જોડવામાં આવ્યા. આ તકનીકને સ્પેસ ડોકીંગ કહેવામાં આવે છે. હવે આ અવકાશયાનમાં ઇલેક્ટ્રિક પાવર ટ્રાન્સફરનો પ્રયોગ કરવામાં આવશે, ત્યારબાદ અનડોકિંગ થશે. બંને અવકાશયાન અલગ થઈ જશે અને પોતપોતાની કામગીરી શરૂ કરશે.

સ્પેડેક્સ મિશન દ્વારા બે એવા અવકાશયાનને એકબીજા સાથે જોડવાના હતા, જે ગોળીની ગતિ કરતા 10 ગણી ઝડપે એટલે કે 28,800 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરી રહ્યા હતા. અગાઉ આ અવકાશયાનો 7 જાન્યુઆરીએ જોડવાના હતા પરંતુ તે મુલતવી રાખવામાં આવ્યું હતું.

ઈસરોએ 9 જાન્યુઆરીએ બીજો પ્રયાસ કર્યો પરંતુ ટેકનિકલ મુશ્કેલીઓને કારણે તેને ફરીથી મુલતવી રાખવાની ફરજ પડી. આ પછી 12 જાન્યુઆરીએ બંને અવકાશયાનની ગતિ ધીમે ધીમે ઓછી કરવામાં આવી અને તેમને 3 મીટરના અંતરે લાવવામાં આવ્યા, પછીથી તેમને ફરીથી સુરક્ષિત અંતરે લઈ જવામાં આવ્યા. હવે બંને અવકાશયાન સફળતાપૂર્વક ડોક થઈ ગયા છે.

જણાવી દઈએ કે, અવકાશમાં પોતાનું સ્પેસ સ્ટેશન બનાવવા સ્પેસ ડોકિંગ ટેકનોલોજી ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઈસરોનું લક્ષ્ય અવકાશમાં પોતાનું સ્પેસ સ્ટેશન બનાવવાનું છે. આ પ્રયોગ આ અંતર્ગત કરવામાં આવ્યો છે.

આ સિવાય ચંદ્રયાન-૪ અને ગગનયાન મિશનની સફળતા પણ ઘણી હદ સુધી સ્પેસ ડોકીંગ ટેકનોલોજી પર નિર્ભર છે. ચંદ્રયાન-૪ હેઠળ ઇસરો ચંદ્રની માટી પૃથ્વી પર લાવશે અને તેનું પરીક્ષણ કરશે. ગગનયાન મિશનમાં અવકાશયાત્રીઓને પહેલીવાર અવકાશમાં મોકલવામાં આવશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X