For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇસરો - ટાટા મોટર્સે નવા ઇંધણ હાઇડ્રોજનથી સંચાલિત બસ બનાવી

|
Google Oneindia Gujarati News

બેંગલોર, 29 જુલાઇ : ટાટા મોટર્સ લિમિટેડ તથા ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઇસરોએ)એ દેશમાં પહેલીવાર હાઇડ્રોજન સંચાલિત ઓટોમોબાઇલ બસ તૈયાર કરી છે. બંને સંસ્થાઓએ અનેક વર્ષોના સંશોધન બાદ આ બસ તૈયાર કરવામાં સફળતા મેળવી છે. આ બસનું પ્રદર્શન તમિલનાડુના મહેન્દ્રગિરિ સ્થિત ઇસરોના કેન્દ્રીય લિક્વિડ પ્રોપલ્સન સિસ્ટમ્સ સેન્ટરમાં કરવામાં આવ્યું છે.

બસમાં નવા ઇંઘણનો ઉપયોગ

બસમાં નવા ઇંઘણનો ઉપયોગ

ટાટા મોટર્સ લિમિટેડ તથા ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઇસરોએ)એ દેશમાં પહેલીવાર હાઇડ્રોજન સંચાલિત ઓટોમોબાઇલ બસ તૈયાર કરી છે.

અનેક વર્ષે મળી સફળતા

અનેક વર્ષે મળી સફળતા

બંને સંસ્થાઓએ અનેક વર્ષોના સંશોધન બાદ આ બસ તૈયાર કરવામાં સફળતા મેળવી છે. આ બસનું પ્રદર્શન તમિલનાડુના મહેન્દ્રગિરિ સ્થિત ઇસરોના કેન્દ્રીય લિક્વિડ પ્રોપલ્સન સિસ્ટમ્સ સેન્ટરમાં કરવામાં આવ્યું છે.

પ્રદૂષણ રહિત બસ

પ્રદૂષણ રહિત બસ

આ બસ સીએનજીથી ચાલનારી બસ જેવી જ છે. તેમાં ઉચ્ચ દબાણવાળી હાઇડ્રોજનની બોટલ્સ બસના છાપરા પર હોય છે. આ પ્રકારના ઇંધણથી કોઇ જ પ્રકારનું પ્રદૂષણ નથી થતું. હાઇડ્રોજન સેલ ક્રાયોજેનિક ટેકનોલોજીનું જ એક ઉત્પાદન છે.

ક્રાયોજેનિક ટેકનોલોજી

ક્રાયોજેનિક ટેકનોલોજી

આ બસમાં સંપૂર્ણ રીતે ક્રાયોજેનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. આ લિક્વિડ હાઇડ્રોજન હેંડલિંગ છે. તેમાં ઇસરો નિષ્ણાત છે.

નવી ટેકનોલોજી

નવી ટેકનોલોજી

હાઇડ્રોજન સેલ ક્રાયોજેનિક ટેકનોલોજીનું જ એક ઉત્પાદન છે. આ ટેકનોલોજી પર ઇસરો છેલ્લા ઘણા વર્ષથી કામ કરી રહ્યું છે.

ભવિષ્ય માટે નવો વિકલ્પ ખૂલ્યો

ભવિષ્ય માટે નવો વિકલ્પ ખૂલ્યો

ભવિષ્યના પરિવહન માટે આ ઓટોમોબાઇલ ઉદ્યોગ માટે એક મોટું પગલું છે. આ વાહનથી કોઇ પ્રકારનું પ્રદૂષણ નહીં થાય.

આ સફળતા અંગે ઇસરોના અધિકારીઓએ જણાવ્યું કે આ બસ સીએનજીથી ચાલનારી બસ જેવી જ છે. તેમાં ઉચ્ચ દબાણવાળી હાઇડ્રોજનની બોટલ્સ બસના છાપરા પર હોય છે. આ પ્રકારના ઇંધણથી કોઇ જ પ્રકારનું પ્રદૂષણ નથી થતું. હાઇડ્રોજન સેલ ક્રાયોજેનિક ટેકનોલોજીનું જ એક ઉત્પાદન છે. આ ટેકનોલોજી પર ઇસરો છેલ્લા ઘણા વર્ષથી કામ કરી રહ્યું છે. તેમણે જણાવ્યું કે આ બસમાં સંપૂર્ણ રીતે ક્રાયોજેનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. આ લિક્વિડ હાઇડ્રોજન હેંડલિંગ છે. તેમાં ઇસરો નિષ્ણાત છે.

ઇસરો તથા ટાટા મોટર્સે હાઇડ્રોજનથી સંચાલિત બસના વિકાસ માટે વર્ષ 2006માં સમજુતી કરી હતી. ઇસરોના માનદ સલાહકાર વી જી ગાંધી તથા ટાટા મોટર્સના ઉપ મહાપ્રબંધક ડૉ એમ રાજાએ આ જાહેરાત કરી હતી. આ જાહેરાત અનુસાર બંને સંસ્થાઓએ ભારતમાં પહેલીવાર આ પ્રકારના ઇંધણવાળી કોઇ બસને બનાવી છે. તે હાઇડ્રોજનથી ચાલે છે. ગાંધીએ જણાવ્યું કે "ભવિષ્યના પરિવહન માટે આ ઓટોમોબાઇલ ઉદ્યોગ માટે એક મોટું પગલું છે. આ વાહનથી કોઇ પ્રકારનું પ્રદૂષણ નહીં થાય."

English summary
ISRO, Tata Moters formulated hydrogen powered bus
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X