For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશના આ શહેરની IT કંપનીઓએ સ્ટાફને કહ્યુ, ‘ઑફિસમાં પાણી નથી ઘરેથી કામ કરો'

પાણીની અછતના કારણે અહીંની અમુક કંપનીઓએ પોતાના સ્ટાફને ઘરેથી કામ કરવાના નિર્દેશ આપી દીધા છે અને વિશ્વાસ કરો આ હકીકત છે.

|
Google Oneindia Gujarati News

જો તમે પાણીની બરબાદી કરો છો તો એ જાણી લો કે આગળની પેઢીઓને કેટલી મોટી મુસીબત ઝેલવી પડી શકે છે તેનો અંદાજો લગાવવો મુશ્કેલ છે કારણકે દેશના અમુક ભાગોમાં પીવાના પાણી માટે જનતાને કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે તેનુ એક ઉદાહરણ સામે આવ્યુ છે. જ્યાં પાણીની અછતના કારણે અહીંની અમુક કંપનીઓએ પોતાના સ્ટાફને ઘરેથી કામ કરવાના નિર્દેશ આપી દીધા છે અને વિશ્વાસ કરો આ હકીકત છે.

office

ચેન્નઈના ઓલ્ડ મહાબલીપુરમમાં સ્થિત આઈટી કંપનીઓએ પોતાના સ્ટાફને ઘરેથી કામ કરવા માટે કહ્યુ છે કારણકે ઓફિસની બિલ્ડિંગમાં પાણી નથી આવી રહ્યુ. જેના કારણે ઓફિસને ઑપરેટ કરવામાં મુશ્કેલી આવી રહી છે. કંપનીએ આઈટીના કર્મચારીઓને કહ્યુ કે તે પોતાની સુવિધા અનાર ક્યાંયથી પણ કામ કરી શકે છે. જણાવવામાં આવી રહ્યુ છે કે લગભગ 100 કંપનીઓને પાણીની અછત સામે ઝઝૂમવુ પડી શકે છે.

શહેરમાં પાણીની અછતનું સૌથી મોટુ કારણ છેલ્લા સાત મહિનાથી વરસાદ નહિ હોવાનું જણાવવામાં આવી રહ્યુ છે. અહીં સુધી કે ચેન્નઈમાં આવતા મહિના સુધી વરસાદના અણસાર બહુ ઓછા છે. તમને જણાવી દઈએ કે આવુ પહેલી વાર નથી જ્યારે આઈટી કંપનીઓએ પોતાના કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ કરવા માટે કહ્યુ છે. આવુ પહેલા પણ થયુ હતુ જ્યારે ટેન્કર સંચાલકોએ હડતાળનુ એલાન કર્યુ હતુ. જો કે ઓલ્ડ મહાબલીપુરમ વિસ્તારમાં ગરમી દરમિયાન રોજ ત્રણ કરોડ લિટર પાણીની જરૂર હોય છે. આમાં મોટાભાગનું પાણી બહારથી મંગાવવામાં આવે છે. સમાચાર તો એ પણ છે કે અમુક કંપનીઓએ પોતાના કર્મચારીઓને પાણી સાથે લઈને ઑફિસમાં આવવા કહ્યુ છે.

આ પણ વાંચોઃ Video: 'સાહો'નું ટીઝર રિલીઝ થતાં પડદા સામે નાચવા લાગ્યા લોકો, શ્રદ્ધાએ શેર કર્યો વીડિયોઆ પણ વાંચોઃ Video: 'સાહો'નું ટીઝર રિલીઝ થતાં પડદા સામે નાચવા લાગ્યા લોકો, શ્રદ્ધાએ શેર કર્યો વીડિયો

English summary
IT companies told their employees ,there is no water, work from home
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X