For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘બજારમાં બેસીને પર પુરુષના હાથે મહેંદી લગાવવી ગુનો અને બેશરમી'

ઈસ્લામ ધર્મ સાથે જોડાયેલા એક વ્યક્તિએ બજારમાં બેસીને કોઈ બીજા પુરુષના હાથે મહેંદી લગાવવાને નાજાયઝ કહ્યુ છે. તેણે આને ગુનો ગણાવ્યો છે.

|
Google Oneindia Gujarati News

કોઈ પણ તહેવાર કે લગ્ન જેવા શુભ કાર્યોમાં સામાન્ય રીતે મહિલાઓ બજારમાં જઈને મહેંદી લગાવી લે છે. આ એક ખૂબ જ સામાન્ય કામ છે. પરંતુ ઈસ્લામ ધર્મ સાથે જોડાયેલા એક વ્યક્તિએ બજારમાં બેસીને કોઈ બીજા પુરુષના હાથે મહેંદી લગાવવાને નાજાયઝ કહ્યુ છે. તેણે આને ગુનો ગણાવ્યો છે.

mehdi

વિશ્વ પ્રસિદ્ધ ઈસ્લામિક શિક્ષણ સંસ્થાન દારુલ ઉલમ દેવબંધે મહિલાઓના હાથો પર રચાતી મહેંદી બજારોમાં જઈને લગાવવાને નાજાયઝ ગણાવ્યુ છે. ફતવામાં મુફ્તિયાને ઈકરામે કહ્યુ છે કે મહેંદી લગાવવાને પર પુરુષોના હાથોમાં પોતાનો હાથ આપવાને સખત ગુનો અને બેશરમી ગણાવી છે જેનાથી મુસ્લિમ મહિલાએ બચવુ જોઈએ. નગરના જ મોહલ્લા બડજિયાઉલ હક નિવાસી મોહમ્મદ મોનિસે દારુલ ઉલૂમના લિખિત એક સવાલમાં પૂછ્યુ હતુ કે મુસ્લિમ મહિલાઓ બજારમાં જઈને મહેંદી લગાવવું કેવુ છે. ઘણી મહિલાઓ પર પુરુષોના હાથે મહેંદી લગાવે છે શું ઈસ્લામમાં આની પરવાનગી છે?

દારુલ ઉલુમના ફતવા વિભાગની ખંડપીઠે લિખિત સવાલના જવાબમાં ફતવો જારી કરીને કહ્યુ છે કે મહિલાઓનું બજારમાં જઈને પુરુષોના હાથે મહેંદી લગાવવું સખત ગુનો અને નાજાયઝ છે. ફતવામાં એ પણ કહેવામાં આવ્યુ કે મહિલાનું જરૂરત વગર બજારમાં જવુ ગુનો અને બેશરમી છે. એટલા માટે મુસલમાન મહિલાઓએ આનાથી બચવુ જોઈએ. દારુલ ઉલૂમના ફતવાને પૂરી રીતે યોગ્ય ગણાવતા મજલિસ ઈતિહાદે મિલ્લતના પ્રદેશ અધ્યક્ષ મુફ્તી અહેમદ ગોડે કહ્યુ કે દારુલ ઉલૂમ દેવબંધ મુસલમાનોનો રહેનુમા છે. કુરાન અને હદીસની રોશનીમાં આપવામાં આવેલ ફતવો એકદમ યોગ્ય છે. ઈસ્લામમાં પરદાનું મહત્વ ખૂબ છે એટલા માટે મુસલમાન મહિલાઓએ એ પરદાનું ધ્યાન રાખવુ જોઈએ.

English summary
It is illegal to have a henna with a man's hand
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X