આખા વિશ્વએ એકજૂટ થઇ ચીનને જવાબ આપવો જોઇએઃ મનમોહન સિંહ
પૂર્વ વડાપ્રધાન ડૉક્ટર મનમોહન સંહે ચીનને જવાબ આપવા મોદીને અપીલ કરી છે. લદ્દાખ સીમા વિવાદમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપતા પૂર્વ પીએમ મનમોહન સિંહેકહ્યું કે જવાનોનું બલિદાન વ્યર્થ ના જવું જોઇએ. એજ સમય છે જ્યારે આખા રાષ્ટ્રએ એકજુટ થવું જોઇએ અને સંગઠિત થઇ આ દુસ્સાહસનો જવાબ આપવો જોઇએ.
પૂર્વ પીએમ મનમોહન સિંહે કહયું કે, 15-16 જૂન ગલવાન વેલીમાં ભારતના 20 સાહસી જવાનોએ સર્વોચ્ચ કુર્બાની આપી. દેશના આ સપૂતોએ અંતિમ શ્વાસ સુધી દેશની રક્ષા કરી. આ સર્વોચ્ચ ત્યાગ માટે અમે આ સાહસી સૈનિકો અને તેમના પરિજનોના કૃતજ્ઞ છે, પરંતુ તેમનું આ બલિદાન વ્યર્થ ના જવું જોઇએ.
પૂર્વ પીએમ મનમોહન સિંહે કહ્યું કે આજે અમે ઇતિહાસના નાજૂક વળાંકે ઉભા છીએ. અમારી સરકારના નિર્ણય અને સરકારના પગલાં નક્કી કરશે કે ભવિષ્યની પેઢીઓ અમારું આંકલન કેવી રીતે કરે. જેઓ દેશનું નેતૃત્વ કરી રહ્યા છે, તેમના ખભા પર કર્તવ્યનું દાયિત્વ છે. આપણા પ્રજાતંત્રમાં આ દાયિત્વ પ્રધાનમંત્રીનું છે.
પૂર્વ પીએમ મનમોહન સિંહે કહ્યું કે, પ્રધાનમંત્રીએ પોતાના શબ્દો અને એલાનો દ્વારા દેશની સુરક્ષા અને સમારિક અને બૂભાગીય હિતો પર પડતા પ્રભાવ પ્રત્યે હંમેશા બહુ સાવધાન રહેવું જોઇએ. ચીને એપ્રિલથી લઇ આજસુધી ગલવાન ઘાટી અને પૈંગોન્ગ ત્સો લેકમાં જબરદસ્તીથી ઘૂસણખોરી કરી છે.
ઘૂસણખોરી પર પૂર્વ પીએણ મનમોહન સિંહે કહ્યું કે, અમે તેમના દબાણ અને ધમકીઓ સામે ઝૂકશું પણ નહિ અને આપણી અખંડતા સાથે કોઇ સમજૂતી પણ નહિ કરીએ. પ્રધાનમંત્રીએ પોતાના નિવેદનથી તેમના ષડયંત્રકારી વલણને બળ આપવું ના જોઇએ અને સુનિશ્ચિત કરવું જોઇએ કે સરકારના તમામ અંગ આ ખતરાનો સામનો કરવા અને સ્થિતિને વધુ ગંભીર થવાથી રોકવા પરસ્પર સહમતિથી કામ કરે.
પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહે કહ્યું કે આ સમય છે જ્યારે આખા રાષ્ટ્રએ એકજૂટ થવું જોઇએ અને સંગઠિત થઇ આ દુસ્સાહસનો જવાબ આપવો જોઇએ. અમે સરકારને આગાહ કરશું કે ભ્રામક પ્રચારની કોઇપણ કૂટનૈતિક અને મજબૂત નેતૃત્વનો વિકલ્પ ના હોય શકે.
ભારત-ચીન વચ્ચે તણાવ યથાવત, આખા LAC પર તૈનાત કરાયા સૈનિક