• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મુંબઇ : ITએ સેન્ટ્રલ રેલવેના કંપાઉન્ડમાંથી 200 કરોડ જપ્ત કર્યા

|

મુંબઇ, 2 જુલાઇ : આવકવેરા વિભાગના અધિકારીઓએ મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર સોમવારે 1 જુલાઇ, 2013ના રોજ ચાર નાના ટ્રકમાં ભરવામાં આવેલા અંદાજે 200 કરોડો રૂપિયા જપ્ત કર્યા છે. આ સાથે 50 વ્યક્તિની ધરપકડ પણ કરી છે. આ રકમની ગણતરી આખી રાત ચાલુ રહી હતી.

મુંબઈનાં સેન્ટ્રલ રેલવે સ્ટેશન પરથી પકડાયેલ આ રોકડ રકમ, ગુજરાત મેલ એક્સપ્રેસ દ્વારા બહાર લાવવાની યોજના હતી. ધરપકડ કરાયેલી 50 વ્યક્તિની પોલીસ પૂછપરછ કરી રહી છે. આ અંગેની જાણકારી એનઆઈએને મળી હતી. ગુપ્ત જાણકારી બાદ આવકવેરા વિભાગ અને એનઆઈએની ટીમે દરોડા પાડ્યા હતા.

તમામ રોકડ રકમને અંદાજે દોઢસો બ્રિફકેસમાં ભરીને નાના ટ્રકોમાં રાખવામાં આવી હતી. મુંબઈ સ્થિત આવકવેરા વિભાગની મુખ્ય ઓફિસ સિંધિયા હાઉસમાં રકમની ગણતરી આખી રાત ચાલી હતી, દરોડામાં જ્વેલરી પણ જપ્ત કરવામાં આવી છે. રોકડ રકમ 200 કરોડ રૂપિયા કરતા વધી શકે એવી પણ સંભાવના છે.

English summary
IT seized 200 crore from Mumbai Railway central compound
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X