For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દુબઈમાં શેખ નાહયાન બિન મુબારકને મળીને આનંદ થયોઃ રાહુલ ગાંધી

દુબઈમાં શેખ નાહયાન બિન મુબારકને મળીને આનંદ થયોઃ રાહુલ ગાંધી

|
Google Oneindia Gujarati News

આબુધાબીઃ બે દિવસના પ્રવાસ પર સંયુક્ત અરબ અમીરાત પહોંચેલ રાહુલ ગાંધીએ શનિવારે શેખ નાહયાન બિન મુબારક અલ નાહયાન સાથે મુલાકાત કરી. રાહુલ ગાંધીએ ટ્વીટ કરી આ મુલાકાતને સારો અનુભવ ગણાવ્યો છે. રાહુલ ગાંધીએ લખ્યું, તેમણે અમારું શાનદાર સ્વાગત કર્યું. તેઓ ભારતના સાચા મિત્ર છે. અમે તેમની સાથે સંબંધોને વધુ મજબૂત કરવા માટે કામ કરશું. શેખ નાહયાન બિન મુબારક યૂએઈથી સંસ્કૃતિ, યુવા અને સામાજિક વિકાસ મંત્રી છે.

rahul gandhi with sheikh nahyan

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાઁધી બે દિવસીય યૂએઈ પ્રવાસ પર ગુરુવારે મોડી રાત્રે દુબઈ પહોંચ્યા. શુક્રવારે દુબઈમાં રાહુલ ગાંધીએ ભારતીય મજૂરો, વિદ્યાર્થીઓ અને પ્રવાસી ભારતીયો સાથે મુલાકાત કરી. શનિવારે રાહુલ ગાંધી અબુધાબી પહોંચ્યા. રાહુલ ગાંધીએ દુબઈમાં કાર્યક્રમ યોજી ભારતીય લોકોને સંબોધિત કરતા કહ્યું કે યૂએઈ અને ભારતના લોકોને એકસાથે લાવનાર મૂલ્ય વિનમ્રતા અને સહનશીલતા છે. વિવિધ વિચારો, ધર્મો અને સમુદાયો માટે સહિષ્ણુતા. મને કહેતા બહુ દુખ થઈ રહ્યું છે કે ઘરે પરત જવા પર આ સાઢા ચાર વર્ષની અસહિષ્ણુતા છે.

જ્યારે ભારતના મજૂરો-કામદારોને સંબોધિત કરતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે દુબઈના વિકાસમાં ભારતીયોનું મહત્વનું યોગદાન છે. ભારતના લોકોએ આ શહેર, આ દેશને બનાવવામાં પોતાનો લોહી-પરસેવાો એક કર્યો છે અને ભારતના દરેક હિસ્સાનું નામ અહીં રોશન કર્યું છે. રાહુલ ગાંધીએ ભારતીય સમુદાયના મજૂરોને કહ્યું, મારા દરવાજા, મારા દિલ તમારા માટે ખુલ્લાં છે. તમે દેશ માટે આટલું બધું કરી રહ્યા છો, અમે પણ તમારા માટે કરી શકીએ તે કરીશું.

રાહુલ ગાંધી ગુરુવારે રાત્રે દુબઈ પહોંચ્યા હતા, જ્યાં એરપોર્ટ પર તેમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. લોકો રાહુલ ગાંધી સાથે સેલ્ફી લેવા માટે પણ ઉતાવડા થઈ રહ્યા હતા. રાહુલ ગાંધીનો દુબઈ પ્રવાસનો ઉદ્દેશ્ય ભારતીય મૂળના લોકોને મળવાનો છે.

આ પણ વાંચો- દેશ મજબૂત સરકાર ઈચ્છે છે, ગઠબંધન મજબૂર સરકાર ઈચ્છે છેઃ પીએમ મોદી

English summary
it was pleasure to meet sheikh nahyan mubarak al nahyan said rahul gandhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X