• search

રિડેવલપ ઇન્ડિયન સક્સેસ સ્ટોરીનો સમય આવી ગયો: રાજનાથ સિંહ

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 16 મે : આજે ભાજપે સ્પષ્ટ એકલ બહુમતી મળતા પ્રેસ કોન્ફર્નસ યોજી હતી. તેમાં રાજનાથ સિંહે જણાવ્યું કે '1984 બાદ દેશમાં એક માત્ર એવી પાર્ટી બની છે જેને સ્વતંત્ર બહુમત મળ્યો છે. જાત, પાત, ધર્મ વગેરેના બાજુએ રાખીને ભાજપે જીત મેળવી છે. આ જીત પરિવર્તન માટે મળી છે. ભાજપે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદ માટે પસંદ કર્યા હતા તે નિર્યણ યોગ્ય છે. તેમણે અથાક પરિશ્રમ કર્યો છે. તેમણે સર્વાધિક રેલીઓને સંબોધી છે. તેમણે સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં કોઇ પણ નેતાઓ આટલી રેલી સંબોધિત નહીં કરી હોય. '

આ પ્રસંગે વાજપેયજીની પંક્તિઓને યાદ કરીને રાજનાથ સિંહે જણાવ્યું કે 'યે અંધેરા છટેગા, સૂરજ નિકલેગા ઔર કમલ ખીલેગા. અમે ગુડ ગવર્નન્સના એજન્ડાને લાગુ કરીશું. આ સફળતાને જનતાએ ભાજપના પાયા, વિચારધારા અને હકીકતને સમર્થન આપ્યું છે. હવે રિડેવલપ ઇન્ડિયન સક્સેસ સ્ટોરીનો સમય આવી ગયો છે.' આ પ્રેસ કોન્ફરન્સમાં ભાજપના અમિત શાહ અને વેંકૈયા નાયડું પણ હાજર રહ્યા હતા.

હું પાર્ટીના કાર્યકરો અને સમર્થકોનો આભાર અને અભિનંદન આપવા માંગુ છું. પહેલા ભાજપના સંબોધનમાં કહેવાતું હતું કે ભાજપ માત્ર શહેરોની પાર્ટી હતી. હવે ભાજપ ગામડાંની પાર્ટી બની ગઇ છે. દરેક લોકોની ખેડૂતોની , ઉચ્ચવર્ગ, નીમ્ન વર્ગ, વનવાસી ભાઇ બહેનો અને ઝુંપડાઓમાં રહેનારાઓનો સહયોગ પ્રાપ્ત થયો છે. આ દેશના યુવક અને યુવતીઓને પણ ભાજપનું સમર્થન મળ્યું છે. તેમનો હું આભાર વ્યક્ત કરવા માંગુ છું. હું પાર્ટીના કાર્યકરોને અપીલ કરવા માંગુ છું કે ભાજપને ભવ્ય વિજય પ્રાપ્ત થયો છે. પણ વિજયના ઉમંગમાં સંયમ જાળવી રાખવો જોઇએ. આ ઉત્સાહમાં અપશબ્દો બોલાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે.

હું એનડીએના સાથી પક્ષોનો આભાર માનવા માંગુ છું. આવા 25 પક્ષો છે જેમણે ભાજપ સાથે મળીને ચૂંટણી લડ્યા છે તેમનો આભાર અને અભિનંદન આપું છું. દેશના અન્ય પક્ષોને પણ જીત બદલ અભિનંદન આપું છું. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નવા ભારતના નિર્માણના સ્વપ્નને સાકાર કરવામાં આવશે.

આવતી કાલે સવારે 12.30 વાગે સેન્ટ્રલ પાર્લિઆમેન્ટ્રી બોર્ડની બેઠક યોજાશે. માત્ર નેગેટિવ એજન્ડા સાથે આટલી મોટી સફળતા મળી શકે તેમ નથી. અમારા ગુડ ગવર્નન્સના પરફોર્મન્સના દેખાવને કારણે અમને અતિપ્રચંડ જનસમર્થન મળ્યું છે. ગુજરાત મોડેલની પ્રસંશા દેશભર ઉપરાંત વિદેશમાં પણ થઇ રહી છે.

હું દેશની જનતાનો પણ આભાર વ્યક્ત કરવા માંગુ છું. કારણ કે આ વખતે તેમણે સૌથી વધારે મતદાન કર્યું છે.

જ્યાં સુધી જવાબદારીની વહેંચણીનો પ્રશ્ન છે તો સંસદીય બોર્ડની બેઠકમાં પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચા કરીને તે અંગેનો નિર્ણય લેવાશે. દેશ ચલાવવા સૌની સહયોગની જરૂર હોય છે. સૌને સાથે લઇને દેશ ચલાવીશું.

કેબીનેટ ફોર્મેશનનો નિર્ણય સાથે બેસીને ચર્ચા કરીને નિર્ણય લેવાશે. અડવાણીજીનો પ્રશ્ન છે તો તેઓ અમારા ગાર્ડિયન છે. ભાજપને હાઇટ આપવામાં વાજપેયીજી અને અડવાણીજીનો મહત્વનો હિસ્સો છે. અમે અમારી વિશ્વસનીયતા પર ડાઘ લાગવા દઇશું નહીં. અમે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની વિચારધારા સાથે આગળ વધીશું. અમે દબાણ દ્વારા નહીં પણ પ્રેમ અને ઉત્સાહ ઉભો કરીને જનસમર્થન મેળવવા માંગીશું.

આજે તમામ વરિષ્ઠ નેતાઓ સાથે વાતચીત કરીને તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. જેમાં નરેન્દ્ર મોદી અને અડવાણીનો પણ સમાવેશ થાય છે.

English summary
In the way to get majority, BJP held a press meet in Delhi; BJP president Rajnath Singh announce that the party will focus on Re Develope Indian Success Story.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X