For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

GES 2017 : હૈદરાબાદ પહોંચી ઇન્વાકા ટ્રંપ, મોદી સાથે કરશે ડિનર

ડોનાલ્ડ ટ્રંપની પુત્રી ઇન્વાકા ટ્રંપ પહોંચી હૈદરાબાદ. આજે સાંજે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જોડે કરશે ડિનર. જાણો આ અંગે વધુ અહીં.

|
Google Oneindia Gujarati News

ગ્લોબલ ઇટરપ્રેન્યોરશિપ સમિટ 2017 એટલે કે જીઇએસમાં ભાગ લેવા માટે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની પુત્રી ઇન્વાકા ટ્રંપ મંગળવારે સવારે હૈદરાબાદ પહોંચી. આજથી ત્રણ દિવસના પ્રવાસ પર છે ઇન્વાકા ટ્રંપ. ઇન્વાકા હૈદરાબાદમાં જીઇએસ કાર્યક્રમને હોસ્ટ કરતી નજરે પડશે. ઇન્વાકા ટ્રંપના ભારત પહોંચવા પહેલા જ સુરક્ષાનો કડક બંદોવસ્ત કરવામાં આવ્યો છે. ઇન્વાકા સવારના 3 વાગે હૈદરાબાદના શમશાબાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચી. હૈદરાબાદમાં ઇન્વાકા આજે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ભોજન કરશે. ઇન્વાકા ભારત પહોંચતા જ વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ટ્વિટ કરીને જણાવ્યું કે ખાસ અતિથિનું સ્વાગત છે.

Ivanka Trump

યુએસએ રાષ્ટ્રપતિના સલાહકારની રૂપે ઇન્વાકા ટ્રંપ હૈદરાબાદ પહોંચી ગઇ છે. તે ગ્લોબલ ઇન્ટરપ્રેન્યોરશીપ સમિટ 2017માં યુએસ પ્રતિનિધિઓની તરફથી લીડ કરશે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે જીઇએસનો કાર્યક્રમમાં 10 થી વધુ લોકો ભાગ લેશે. જેમાં તમામ દેશોની પ્રતિનિધિ મહિલાઓ જ છે. એટલે સુધી કે સાઉદી અરબ, અફધાનિસ્તાન અને ઇઝરાયેલની પ્રતિનિધિ પણ મહિલાઓ છે. આ કાર્યક્રમમાં અનેક મહિલા પ્રતિનિધિ પોતાનો પક્ષ મૂકશે.

Ivanka Trump

આ સિવાય ડોનાલ્ડ ટ્રંપની પુત્રી ઇન્વાકા ટ્રંપ લગભગ 1500 લોકોને સંબોધિત કરતી નજરે પડશે. આ કાર્યક્રમ માટે હૈદરાબાદમાં 10,000 જેટલા સુરક્ષા કર્મીઓને તેનાત કરવામાં આવ્યા છે. ઇન્વાકા ટ્રંપની સુરક્ષા માટે ખાસ ફોર્સને સ્પેશ્યલ ટ્રેનિંગ આપવામાં આવી છે. અને યુએસ સિક્રેટ સર્વિસ પણ સુરક્ષાને લઇને સજાગ છે. આ સંમેલન માટે કરીને ભીખારીઓને દૂર કરવાથી લઇને રસ્તાઓ સારા કરવા સુધીની તાજવીજ પણ હાથ લેવામાં આવી હતી.

English summary
Ivanka Trump arrives Hyderabad ahead of GES 2017. Read more news on it here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X