For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વર્જિનિટી પર વિવાદિત નિવેદન બાદ પ્રોફેસર સામે રસ્તા પર ઉતર્યા છાત્રો

પશ્ચિમ બંગાળના જાધવપુર વિશ્વવિદ્યાલયના પ્રોફેસરે જે રીતે મહિલાઓની વર્જિનિટી અંગે સોશિયલ મીડિયા પર નિવેદન આપ્યુ હતુ તે બાદ સંસ્થાના છાત્રો રસ્તા પર ઉતરી આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

પશ્ચિમ બંગાળના જાધવપુર વિશ્વવિદ્યાલયના પ્રોફેસરે જે રીતે મહિલાઓની વર્જિનિટી અંગે સોશિયલ મીડિયા પર નિવેદન આપ્યુ હતુ તે બાદ સંસ્થાના છાત્રો રસ્તા પર ઉતરી આવ્યા છે અને તેમને તરત જ તેમના પદ પરથી હટાવવાની માંગ કરી છે. તમને જણાવી દઈએ કે વિશ્વવિદ્યાલયના પ્રોફેસર કનક સરકારે મહિલાઓવી વર્જિનિટીની તુલના કોલ્ડ ડ્રિંકની બોટલ અને બિસ્કિટના પેકેટ સાથે કરી હતી. સોશિયલ મીડિયા પર પ્રોફેસરની પોસ્ટ બાદ તે સતત સમાચારોમાં છવાયેલા છે અને દરેક જણ તેમની ટીકા કરી રહ્યુ છે.

વિવાદિત પોસ્ટ લખી

વિવાદિત પોસ્ટ લખી

કનક સરકાર આંતરરાષ્ટ્રીય સંબંધ વિભાગમાં પ્રોફેસર છે અને તેમણે ફેસબુક પર પોસ્ટ લખી હતી. જેમાં તેમણે લખ્યુ હતુ કે છોકરીઓની વર્જિનિટી કોલ્ડ ડ્રિંકની સીલ્ડ બોટલની જેમ હોય છે. શું તમે સીલ ખુલેલી કોલ્ડ ડ્રિંક ખરીદશો કે પછી બિસ્કિટનું ખુલેલુ પેકેટ ખરીદશો. એટલુ જ નહિ સરકારે કહ્યુ હતુ કે મોટાભાગના યુવકો માટે વર્જિન યુવતી પરી જેવી હોય છે. છોકરીઓએ લગ્ન પહેલા યૌન સંબંધ ન બનાવવા જોઈએ અને વર્જિન યુવતીને પોતાની વર્જિનિટી પર ગર્વ હોવો જોઈએ.

ફેસબુક અકાઉન્ટ ડિલીટ કર્યુ

ફેસબુક અકાઉન્ટ ડિલીટ કર્યુ

વિવાદ બાદ કનક સરકારે પોતાના ફેસબુક અકાઉન્ટને ડિલીટ કરી દીધુ છે પરંતુ તે પોતાના નિવેદન પર હજુ પણ અડી રહ્યા છે. તેમનું કહેવુ છે કે બંધારણ તેમને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપે છે. મે જે પણ નિવેદન આપ્યુ હતુ તે મજાક તરીકે સોશિયલ મીડિયા પર લોકો માટે હતુ. તે સામાન્ય લોકો માટે નહોતુ. વળી, પ્રોફેસરનું આ વિવાદિત નિવેદન સામે આવ્યા બાદ વિશ્વવિદ્યાલયની વી સી સુરંજન દાસે ભરોસો આપ્યો છે કે તે પ્રોફેસર સામે કાર્યવાહી કરશે.

વીસીએ કાર્યવાહીનો આપ્યો ભરોસો

વીસીએ કાર્યવાહીનો આપ્યો ભરોસો

સુરંજન દાસે પ્રોફેસરના નિવેદનની ટીકા કરતા કહ્યુ કે કનક સરકાર દ્વારા આપેલુ નિવેદન ઘણુ શરમજનક છે. હું આશ્ચર્યચક્તિ છુ કે કોઈ અધ્યાપક આ રીતનું નિવેદન આપી શકે છે. વિભાગ તરફથી પ્રોફેસરના નિવેદનની તપાસ માટે સમિતિની રચના કરવામાં આવી છે. જો સમિતિના રિપોર્ટમાં પ્રોફેસર દ્વારા દૂર્વ્યવહાર જોવામાં આવ્યો તો તેમની સામે નિયમો હેઠળ જરૂરી કાર્યવાહી ત્વરિત કરવામાં આવશે. વળી, રાષ્ટ્રીય મહિલા આયોગના ચેરપર્સન રેખા શર્મા શુક્રવારે વિશ્વવિદ્યાલયના વીસીમાં મુલાકાત કરશે. મહિલા આયોગે 7 દિવસની અંદર પ્રોફેસર સામે કાર્યવાહીની માંગ કરી છે.

આ પણ વાંચોઃ સબરીમાલા મંદિર: બે મહિલાઓ પુરુષ વેશમાં મંદિર પહોંચી, વિવાદ વધ્યોઆ પણ વાંચોઃ સબરીમાલા મંદિર: બે મહિલાઓ પુરુષ વેશમાં મંદિર પહોંચી, વિવાદ વધ્યો

English summary
Jadavpur University: After controversial remark on women virginity students demand removal of professor.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X