Video: પુરીમાં ભવ્ય રથયાત્રા, 19 વર્ષ પછી બદલાશે મૂર્તિઓ
પુરી, 18 જુલાઇ: દેશભરમાં આજે ઘણા સ્થાનો પર ભગવાન જગન્નાથની રથયાત્રા નિકાળવામાં આવી રહી છે. ઓડિશાના જગન્નાથ મંદિરમાં શનિવારે સવારે 8 વાગ્યે પૂજા કરવામાં આવી. બપોરે 2.30 વાગે પુરીથી ભવ્ય રથ યાત્રા શરૂ થશે. આ યાત્રામાં સામેલ થવા માટે 50 લાખ લોકો હાજરી આપે તેવી આશા છે.
Jai Jagannath.....wishing you all a very happy #RathYatra
#JaiJagannath pic.twitter.com/gNdZdnVqar
— Hiren Kuvadiya (@kukis1101) July 18, 2015
ત્રણે રથોને પુરીના મુખ્ય માર્ગો પર ફરાવવામાં આવે છે. સાંજે આ રથ મંદિરમાં પહોંચે છે અને મૂર્તિઓને મંદિરમાં લઇ જવામાં આવે છે. યાત્રાના બીજા દિવસે ત્રણ મૂર્તિઓને સાત દિવસ સુધી મંદિરમાં રાખવામાં આવે છે અને દર્શન માટે ભક્તોનો જમાવડો રહે છે. ભગવાનના ભોગને પ્રસાદના રૂપમાં ભક્તોમાં વહેંચવામાં આવે છે. સાત દિવસ બાદ યાત્રા પરત ફરે છે. આ રથ યાત્રાને મોટા મોટા દોરડાઓથી ખેંચવામાં આવે છે.
અત્રે જુઓ વીડિયોમાં રથયાત્રાની ઝલક...