For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જૈન મુનિ તરુણ સાગરનું નિધન, આજે 3 વાગે થશે અંતિમ સંસ્કાર

જૈન મુનિ તરુણ સાગરનું લાંબા સમયની બિમારી બાદ આજે સવારે દિલ્હીમાં નિધન થઈ ગયુ છે. કમળાથી પીડિત જૈન ધર્મ ગુરુ તરુણ સાગર છેલ્લા 20 દિવસથી હોસ્પિટલમાં ભરતી હતા.

|
Google Oneindia Gujarati News

જૈન મુનિ તરુણ સાગરનું લાંબા સમયની બિમારી બાદ આજે સવારે દિલ્હીમાં નિધન થઈ ગયુ છે. કમળાથી પીડિત જૈન ધર્મ ગુરુ તરુણ સાગર છેલ્લા 20 દિવસથી હોસ્પિટલમાં ભરતી હતા. તરુણ સાગર મહારાજના નિધન બાદ તેમના પ્રવાસ સ્થળ પર દર્શન માટે દેશભરમાંથી શ્રદ્ધાળુઓ આવવા લાગ્યા છે. આજે બપોરે 3 વાગે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. દિલ્હીમાં ભરતી તરુણ સાગર મહારાજના સ્વાસ્થ્ય માટે લોકો ઘણા સમયથી પ્રાર્થના કરી રહ્યા હતા.

tarun sagar

જૈન મુનિના ગુરુ પુષ્પદંત સાગર મહારાજે એક વીડિયો જાહેર કરીને પહેલા જ જણાવી દીધુ હતુ કે તરુણ સાગર મહારાજની સ્થિતિ ગંભીર છે. તેમણે આ અંગે એક પત્ર પણ લખ્યો હતો જેમાં મુનિ સૌરભ સાગર અને અરુણ સાગરને દિલ્હી પહોંચીને તરુણ સાગર મહારાજની સમાધિમાં સહયોગ કરવા માટે કહેવામાં આવ્યુ હતુ.

આ પણ વાંચોઃ પૂણે પોલિસનો દાવો, ભીમા કોરેગાંવ હિંસા યોજનાબદ્ધ ષડયંત્ર, કાર્યકર્તાઓ વિરુદ્ધ પુરાવાઆ પણ વાંચોઃ પૂણે પોલિસનો દાવો, ભીમા કોરેગાંવ હિંસા યોજનાબદ્ધ ષડયંત્ર, કાર્યકર્તાઓ વિરુદ્ધ પુરાવા

લાંબા સમયથી બિમાર જૈન મુનિએ ખાવાપીવાનું છોડી દીધુ હતુ અને સંલેખના (ખાવાપીવાનું છોડીને શરીર ત્યાગ કરવો) કરી રહ્યા હતા. તે આગળનો ઈલાજ પણ કરાવવા માંગતા નહોતા. તેમણે ડૉક્ટરોને દિલ્હીના કૃષ્ણાનાગર સ્થિત રાધાપુરી જૈન મંદિર ચાતુર્માસ સ્થળ પર જવા માટે કહ્યુ હતુ. ત્યારબાદ તેઓ પોતાના અનુયાયીઓ સાથે ગુરુવારે સાંજે ચાતુર્માસ સ્થળ પર આવી ગયા હતા. પોતાના તેજ તર્રાર પ્રવચનો માટે જાણીતા જૈન મુનિ તરુણ સાગરનું સાચુ નામ પવન કુમાર જૈન છે. તેમનો જન્મ મધ્યપ્રદેશના દમોહમાં 26 જૂન, 1967 માં થયો હતો. 1981 માં તેમણે ઘર છોડીને દીક્ષા લીધી હતી.

આ પણ વાંચોઃ 'હિંદુત્વ હજુ વિભાજિત છે, જાગ્યુ તો આઝમ ખાન જેવાને રસગુલ્લાની જેમ ગળી જશે'આ પણ વાંચોઃ 'હિંદુત્વ હજુ વિભાજિત છે, જાગ્યુ તો આઝમ ખાન જેવાને રસગુલ્લાની જેમ ગળી જશે'

English summary
Jain Muni Tarun Sagar passes away in Delhi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X