For Quick Alerts
For Daily Alerts
નેતાઓ પર નક્સલી હુમલો રાજનૈતિક કાવતરું : જયરામ
રાયપૂર, 26 જૂન : કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી જયરામ રમેશે ગયા મહીને દરભા વિસ્તારમાં કોંગ્રેસ પરિવર્તન યાત્રા પર થયેલા નક્સલી હુમલાને રાજનૈતિક કાવતરું ગણાવતા કહ્યું કે કેટલાક લોકો કોંગ્રેસની સરકાર બનવા નથી દેવા માંગતા. આ હુમલો માત્ર નક્સલી હુમલો નથી પરંતુ આ એક પૂર્વઆયોજીત રાજનૈતિક કાવતરુ હતું.
જયરામ રમેશે કહ્યું કે છત્તીસગઢમાં કોંગ્રેસ પરિવર્તન યાત્રાના માધ્યમથી ફરીથી કોંગ્રેસના પક્ષમાં ખૂબ જ સકારાત્મક માહોલ બની રહ્યો હતો, પરંતુ કેટલીક વિચાર ધારાઓએ કોંગ્રેસને સત્તાથી દૂર રાખવા માટે આ પ્રકારનું કાવતરુ કર્યું.
જયરામ રમેશે જણાવ્યું કે આમ છતાં કોંગ્રેસ હાર નહીં માને અને પોતની પરિવર્તન યાત્રા જારી રાખશે. જયરામે એવું પણ કહ્યું કે અત્રે કેટલાક બિનસરકારી સંગઠન કામ કરી રહી છે. વિસ્તારમાં કોન્ટ્રાક્ટરો અને કેટલાંક રાજનૈતિક દળોના નેતા નક્સલીઓની મદદ કરે છે.
તેમણે જણાવ્યું કે કેન્દ્રએ રાજ્યને નક્સલી સમસ્યાઓથી છૂટકારો મેળવવા માટે ખૂબ જ મદદ કરી છે. વિસ્તારમાં અર્ધસૈનિક દળોના જવાનોને મોટી સંખ્યામાં અત્રે બંધોબસ્તમાં ગોઠવવામાં આવ્યા છે. પરંતુ રાજ્ય સરકારની પોલીસ આગળ આવીને આ સમસ્યાને નાથવા માટે મદદ કરી શકે છે.