For Quick Alerts
For Daily Alerts
...તો પ્રતિષ્ઠિત રાજકીય પાર્ટીઓ ઇતિહાસ બની જશેઃ જયરામ રમેશ
નવી દિલ્હી, 6 જાન્યુઆરીઃ કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી જયરામ રમેશનું કહેવું છેકે, દિલ્હીમાં આમ આદમી પાર્ટીનો ઉદય જનતાનો અવાજ છે. જો મોટી રાષ્ટ્રીય પાર્ટીઓએ જનતાનો આવાજ સાંભળ્યો નહીં તો તે ટૂંક સમયમાં ઇતિહાસ બની જશે. તેમણે ‘આપ'ની સફળતાને ‘જનતાનો અવાજ' ગણાવી. જયરામ રમેશ અનુસાર આ પાર્ટીએ રાજકીય પરિદ્રશ્યને બદલીને રાખી દીધુ છે અને પ્રતિષ્ઠિત પાર્ટીઓને ચેતાવણી આપી દીધી છે.
જયરામનું કહેવું છે કે હજુ સુધી માત્ર દિલ્હી સુધી જ સીમિત રહેનારી ‘આપ'ને લોકો હવે રાજકીય વિકલ્પના રૂપમાં જોવા લાગ્યા છે. જેથી જનતાથી અંતર રાખનારી મોટી પાર્ટીઓએ પરિવર્તનનો અવાજ ના સાંભળ્યો તો તેમનું અસ્તિત્વ ખતમ થઇ જશે. નોંધનીય છે કે, દિલ્હીની વિધાનસભા ચૂંટણીમાં 28 બેઠક જીતનારી ‘આપ'એ દેશમાં લગભગ 200 લોકસભા બેઠકો પર ચૂંટણી જીતવાની યોજના બનાવી છે. જેની પહેલી યાદી 15થી 20 જાન્યુઆરી સુધીમાં જારી કરવામાં આવશે.
જયરામે નરેન્દ્ર મોદી દ્વારા લગાવવામાં આવેલા આરોપોને નિરાધાર ઠેરવ્યા છે અને કહ્યું છે કે અમારા પર આરોપ લગાવવામાં આવે છે કે અમે ગુજરાત સાથે ભેદભાવ કરી રહ્યાં છીએ અને વિકાસ માટે ફંડ નથી આપતા, પરંતુ સત્ય એ છે કે જ્યારે પણ અમારી પાસે ફંડ માગવામાં આવે છે, તો અમે આવેદનોનું અધ્યયન કરીએ છીએ, ત્યારબાદ ધનની વહેંચણી કરવામાં આવે છે.