For Quick Alerts
For Daily Alerts
'નરેન્દ્ર મોદીની પાર્ટીમાં સામેલ થઇ જાય જયરામ રમેશ'
નવી દિલ્હી, 14 જૂન: કોંગ્રેસના નેતા જયરામ રમેશે નરેન્દ્ર મોદી પર આપેલા નિવેદન મોદી કોંગ્રેસ માટે પડકાર બની શકે છે જેને લઇને કોંગ્રેસમાં મહાભારત સર્જાયું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા સત્યવ્રત ચતુર્વેદીએ એમ કહીને ટક્કર તેજ કરી દિધી છે કે જયરામ રમેશને નરેન્દ્ર મોદીની પાર્ટીમાં સામેલ થઇ જવું જોઇએ. તેમને એમપણ કહ્યું હતું કે જયરામ રમેશે આ નિવેદન બાદ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેવું જોઇએ.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ભારતના પ્રથમ પ્રામાણિક ફાસીવાદી ગણાવતાં કેન્દ્રીય મંત્રી જયરામ રમેશે ગુરૂવારે સ્વિકાર્યું હતું કે આગામી ચૂંટણીમાં નરેન્દ્ર મોદી કોંગ્રેસ માટે પડકારજનક સાબિત થશે. કોંગ્રેસના મહત્વપૂર્ણ રણનિતિકાર માનવામાં આવનાર જયરામ રમેશે કહ્યું હતું કે તે અમારા માટે નિશ્ચિત રૂપથી પડકાર પેદા કરશે. તે ફક્ત મેનેજમેન્ટ સ્તર પડકાર ઉભો કરશે એટલું જ નહી પરંતુ વિચારધારાના રૂપમાં પણ પડકારરૂપ સાબિત થશે.
કદાચ પહેલી વાર કોંગ્રેસના કોઇ નેતાએ નરેન્દ્ર મોદીને પડકારરૂપ સ્વિકાર્યા છે. આ પહેલાં સામાન્ય રીતે કોંગ્રેસ પાર્ટીએ નરેન્દ્ર મોદીને વધુ મહત્વ ન આપતાં કહ્યું હતું કે તેમનો પ્રભાવ ફક્ત ગુજરાત સુધી સીમિત છે. જો કે જયરામ રમેશે નરેન્દ્ર મોદીથી કોંગ્રેસને ડરવાની વાતથી મનાઇ કરી દિધી છે.