For Quick Alerts
For Daily Alerts
જયરામ રમેશે નમોને આપ્યું નવું નામ-'નો એક્શન, મેસેજ ઓનલી'
નવી દિલ્હી, 31 ડિસેમ્બર: જ્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સત્તા સંભાળી છે ત્યારથી કોંગ્રેસની હાલત કફોડી થઇ ગઇ છે. એક પછી એક કરીને કોંગ્રેસ ચૂંટણીઓ હારતી જઇ રહી છે. કોંગ્રેસની આવી હાલત જોઇને કોંગ્રેસી નેતા આકુળવ્યાકુળ થઇ ઊઠ્યા છે. કોંગ્રેસી નેતા જયરામ રમેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર જોરદાર કટાક્ષ કર્યા છે.
જયરામ રમેશે તો નરેન્દ્ર મોદીના નામ નમોનો કંઇક જુદો જ અર્થ કાઢીને બતાવ્યો છે. તેમણે જણાવ્યું કે જ્યારથી ભાજપ સત્તામાં આવી છે ત્યારથી દેશ 'નમો' એટલે કે 'નો એક્શન, મેસેજ ઓનલી'ની સંસ્કૃતિમાં ફસાઇ ગયો છે. તેમણે નમો નામના અર્થ મજાકીયા ટોનમાં કર્યો. જયરામ રમેશે જણાવ્યું કે મોદીને ABCD એટલે કે એવૉયડ, બાઇપાસ, કન્ફ્યૂઝ, ડિલેના સ્થાને ROAD (રિસ્પોંસિબિલિટી, ઓનરશિપ, એકાઉંટેબિલિટી, ડિસિપ્લીન) અપનાવવું જોઇએ.
નમો ઉપરાંત જયરામે મોદીના નામનો વિસ્તાર પણ કર્યો. તેમણે જણાવ્યું કે હવે MODI અર્થ 'મર્ડર ઓફ ડેમોક્રેટિક ઇંડિયા' એવો થઇ ગયો છે. નોંધનીય છે કે હાલમાં જ મોદીએ મેક ઇન ઇન્ડિયાની કાર્યશાળામાં જણાવ્યું હતું કે સરકાર પર નીચે સુધી સામાન્ય રીતે ABCD સંસ્કૃતિમાં ફંસાઇ જાય છે. તેમણે તેનો અર્થ પણ જણાવ્યો હતો. જયરામ રમેશે એ જ વાત પર મોદીની મજાક પણ ઊડાવી.