For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુંજવાન આતંકી હુમલાનો માસ્ટરમાઈન્ડ જૈશ કમાન્ડર યાસીર ઠાર મરાયો

મંગળવારે દક્ષિણ કાશ્મીરના પુલવામાં જિલ્લાના ત્રાલમાં આતંકવાદીઓ સાથે જે એનકાઉન્ટર થયુ હતુ તેમાં જૈશ-એ-મોહમ્મ્દના ચાર આતંકીઓ ઠાર મરાયા છે.

|
Google Oneindia Gujarati News

મંગળવારે દક્ષિણ કાશ્મીરના પુલવામાં જિલ્લાના ત્રાલમાં આતંકવાદીઓ સાથે જે એનકાઉન્ટર થયુ હતુ તેમાં જૈશ-એ-મોહમ્મ્દના ચાર આતંકીઓ ઠાર મરાયા છે. આ આતંકીઓમાંથી જ એક જૈશનો કમાન્ડર મુફ્તી યાસીર પણ હતો. જમ્મૂ-કાશ્મીર પોલીસના કાશ્મીર ઝોનના ડીજીપી એસપી વૈદ્ય તરફથી આ જાણકારી આપવામાં આવી છે. તેમણે જણાવ્યું કે ત્રાલમાં સેના, જમ્મૂ કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને સીઆરપીએફ તરફથી કરવામાં આવેલા જોઈન્ટ ઓપરેશનમાં જે આતંકીઓ માર્યા ગયા તેમાં મુફ્તી યાસીર પણ શામેલ હતો. તમને જણાવી દઈએ કે આ ઓપરેશન આઠ કલાક ચાલ્યું હતું. આ ઓપરેશનમાં સેનાનો એક જવાન અને પોલીસનો એક જવાન શહીદ થઈ ગયા હતા.

yasir

સુંજવાન સહિત ઘણા આતંકી હુમલાઓમાં શામેલ

ડીજીપી વૈદ્ય તરફથી ટ્વીટર પર યાસીરનો એક ફોટો પણ અપલોડ કરવામાં આવ્યો છે. આ ફોટોમાં યાસીર જૈશ પ્રમુખ મસૂદ અઝહર સાથે ઉભેલો દેખાય છે. મીડિયાએ આ ફોટો થોડા વર્ષો પહેલા પાકિસ્તાનમાં લીધો હતો. ન્યૂઝ એજન્સી એઆનઆઈ તરફથી કહેવામાં આવ્યું છે કે પુલવામા જિલ્લાના લેટ પોરા વિસ્તારમાં 50 રાષ્ટ્રીય રાઈફલ્સ તેમજ રાજ્ય પોલીસ સાથેની અથડામણમાં એક આતંકી માર્યો ગયો. એ સમયે કાશ્મીરના આઈજી એસપી પાણી તરફથી જાણકારી આપવામાં આવી હતી કે માર્યો ગયેલો આતંકી જૈશનો ઓપરેશનલ કમાન્ડર હતો.

યાસીર જમ્મૂના સુંજવાન આર્મી કેમ્પ પર થયેલા આતંકી હુમલા ઉપરાંત બીજા ઘણા આતંકી હુમલાનો માસ્ટર માઈન્ડ હતો. તેની પાસે હથિયાર આઈઈડીની તૈયારીની સામગ્રી પણ મળી આવી છે. યાસીર પાકિસ્તાનનો રહેવાસી હતો. જૈશના પ્રમુખ મસૂદ અઝહરને વર્ષ 1999 માં જમ્મૂ જિલ્લાની કોટબલવાલ જેલમાંથી છોડીને અફઘાનિસ્તાનના કંધારમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ઈન્ડિયન એરલાઈન્સની ઉડાન સંખ્યા આઈસી 814 ના બંધક બનાવેલા 158 યાત્રીઓના બદલામાં તેને છોડી દેવામાં આવ્યો હતો. અથડામણમાં માર્યા ગયેલા બે અન્ય આતંકવાદીઓમાં શેખ ઉમર અને મુસ્તાક અહેમદ જરગર પણ હતા. તેમને પણ યાત્રિકોને બંધક બનાવવાના બદલામાં છોડી દેવામાં આવ્યા હતા.

English summary
jaish commander mufti yasir killed tral pulwama encounter jammu kashmir
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X