• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પુલવામા આતંકી હુમલા માટે પોતાની કાર આપનાર જૈશ આતંકી સજ્જાદ ભટ ઠાર

|

મંગળવારે દક્ષિણ કાશ્મીરમાં થયેલા એનકાઉન્ટરમાં સુરક્ષાબળોને મોટી સફળતા મળી છે. આ એનકાઉટરમાં તેમણે જૈશ એ મોહમ્મદના બે આતંકીઓને ઠાર માર્યા છે. માર્યા ગયેલા આતંકીમાંથી એકની ઓળખ 17 વર્ષીય સજ્જાદ ભટ તરીકે થઈ છે. સજ્જાદ ભટ એ જ આતંકી છે જેની કારનો ઉપયોગ 14 ફેબ્રુઆરીના રોજ પુલવામા આતંકી હુમલા માટે થયો હતો. જમ્મુ-શ્રીનગર હાઈવે પર લેતપોરામાં થયેલા આ આત્મઘાતી હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થઈ ગયા હતા. સજ્જાદે જ સોમવારે પુલવામામાં સેનાના કાફલા પર આઈઈડી હુમલાને અંજામ આપ્યો હતો.

આ પણ વાંચોઃ રાજસ્થાનના કોટાથી ભાજપ સાંસદ ઓમ બિરલા હશે લોકસભા સ્પીકરઃ સૂત્ર

અનંતનાગનો જ રહેવાસી હતો સજ્જાદ

અનંતનાગનો જ રહેવાસી હતો સજ્જાદ

નંતનાગના મરહામા વિસ્તારમાં એનકાઉન્ટર થયુ હતુ અને હજુ સુધી પોલિસ અને સેના તરફથી આના પર કોઈ અધિકૃત નિવેદન જાહેર કરવામાં આવ્યુ નથી. પરંતુ પોલિસ સૂત્રોએ એ વાતની પુષ્ટિ કરી છે કે માર્યો ગયેલો એક આતંકી સજ્જાદ જ છે. પુલવામા આતંકી હુમલાની તરત બાદ રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)એ હુમલા માટે ઉપયોગમાં લેવાયેલી કારની ઓળખ કરી લીધી હતી. આ મારુતિ ઈકો ગાડી હતી અને સજ્જાદ ભટના નામે નોંધાયેલી હતી. સજ્જાદ મરહામા વિસ્તારનો જ રહેવાસી હતો. 25 ફેબ્રુઆરીથી તે ગાયબ હતો અને ત્યારબાદ પિસ્ટલ અને એકે-47 માટે તેના ફોટો સોશિયલ મીડિયા પર આવવા શરૂ થયા હતા. બાદમાં સમાચાર આવ્યા કે સજ્જાદ જૈશનો હિસ્સો બની ગયો છે.

જૈશે આપ્યુ હતુ અફઝલ ગુરુ કોડ નેમ

જૈશે આપ્યુ હતુ અફઝલ ગુરુ કોડ નેમ

પુલવામા હુમલાની જવાબદારી જૈશે જ લીધી હતી અને સજ્જાદને સંગઠનમાં અફઝલ ગુરુ કોડ નેમ આપ્યુ હતુ. તે પણ આ સંગઠનના ફિદાયીન જૂથનો હિસ્સો બની ગયો હતો. સેનાને સજ્જાદના એ ગામમાં છૂપાયા હોવાની જાણકારી મળી હતી જ્યાં તે રહેવાનો હતો. ત્યારબાદ સવાર જ સુરક્ષાબળોએ અહીં ઘેરો નાખ્યો હતો. સેના, પીઆરપીએફ અને જમ્મુ કાશ્મીર પોલિસની જોઈન્ટ ટીમ અહીં પહોંચી હતી. વિસ્તારમાં બે આતંકી છૂપાયા હતા. એનકાઉન્ટરમાં બે જવાન ઘાયલ થયા જેમાંથી એક જવાને ઈલાજ દરમિયાન દમ તોડી દીધો. આતંકી બનતા પહેલા સજ્જાદ 12માં ધોરણનો છાત્ર હતો અને મરહામા હાયર સેકન્ડરી સ્કૂલમાં અભ્યાસ કરતો હતો.

હુમલા બાદથી હતો ફરાર

હુમલા બાદથી હતો ફરાર

23 ફેબ્રુઆરીના રોજ એનઆઈએ સજ્જાદના ઘરે છાપો માર્યો હતો. દૂ ત્યારબાદ નિવેદન જાહેર કરીને કહ્યુ જમ્મુ કાશ્મીર પોલિસ સાથે થયેલી છાપેમારીની આ કાર્યવાહીમાં સજ્જાદ વિશે કંઈ માલુમ પડ્યુ નહિ. સજ્જાદ પોતાના ઘરમાં ન મળ્યો અને ત્યારથી જ ભાગી ગયો હતો. એનઆઈએ તરફથી એ સમયે કહેવામાં આવ્યુ હતુ કે સજ્જાદ, જૈશ એ મોહમ્મદ સાથે જોડાઈ ગયો છે. એનઆઈએએ પોતાના નિવેદનમાં સજ્જાદની એકે-47 માટે લીધેલા ફોટોગ્રાફનો પણ ઉલ્લેખ કર્યો હતો.

બે ફેબ્રુઆરી 2019ના રોજ ખરીદી હતી કાર

બે ફેબ્રુઆરી 2019ના રોજ ખરીદી હતી કાર

પુલવામા આતંકી હુમલામાં જે કાર ઉપયોગમાં લેવાઈ હતી તેનો ચેસિસ નંબર MA3ERLF1SOO183735 અને એન્જિન નંબર G12BN164140 હતો. એનઆઈએની તપાસ મુજબ આ કાર કોઈ મોહમ્મદ જલીલ અહમદ હક્કાનીને વર્ષ 2011માં વેચવામાં આવી હતી જે અનંતનાગના હેવેન કોલોનીમાં રહે છે. ત્યારબાદ એને ઘણા લોકોએ બદલી અને બે ફેબ્રુઆરી 2019ના રોજ કાર મકબૂલ ભટના પુત્ર સજ્જાદ ભટ સુધી પહોંચી. પુલવામા હુમલા બાદથી સુરક્ષાબળ ઘાટીમાં જૈશના ઘણી રેંક્સ આતંકીઓને નિશાન બનાવી રહ્યા છે. હુમલા બાદ જૈશના ઘણા ટૉપ કમાન્ડર્સને પહેલેથી જ ઠાર કરવામાં આવી ચૂક્યા છે.

English summary
Jaish terrorist Sajjad Bhat whose car was used in Pulwama suicide terror attack on CRPF killed in encounter in Jammu Kashmir.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more