For Quick Alerts
For Daily Alerts
ભગવાન શિવ મુસલમાનોના પહેલા પયગમ્બર હતા: મુફ્તી મોહમ્મદ ઇલિયાસ
અયોધ્યા, 19 ફેબ્રુઆરી: જમીયત ઉલેમાના મુફ્તી મોહમ્મદ ઇલિયાસે ભગવાન શંકરને મુસલમાનોના પહેલા પયગમ્બર ગણાવ્યા છે. મોહમ્બદ ઇલિયાસે ત્યાં સુધી કહી દીધું કે તમામ મુસલમાન સનાતની છે અને ભારતમાં રહેનારા મુસલમાન સહિત તમામ લોગો હિન્દુ છે.
મોહમ્મદ ઇલિયાસે જણાવ્યું કે અમને એ માનવામાં કોઇ વાંધો નથી કે ભગવાન શંકર અમારા પહેલા પયગમ્બર છે. મૌલાનાએ જણાવ્યું કે મુસલમાન પણ સનાતન ધર્મી છે અને હિન્દુઓ દેવતા શંકર અને પાર્વતી અમારા પણ માતા-પિતા છે.
મુફ્તીએ આરએસએસના હિન્દુ રાષ્ટ્રવાળા નિવેદનને પણ યોગ્ય ગણાવ્યું અને જણાવ્યું કે મુસ્લિમ હિન્દુ રાષ્ટ્રના વિરોધી નથી. મુફ્તી મોહમ્મદ ઇલિયાસે જણાવ્યું કે જે રીતે ચીનમાં રહેનાર ચીની, અમેરિકામાં રહેનાર અમેરિકન છે, તેવી જ રીતે હિન્દુસ્તાનમાં રહેનાર દરેક શખ્શ હિન્દુ છે. આ તો આપણું રાષ્ટ્રીય નામ છે. તેમણે જણાવ્યું કે જ્યારે અમારા મા-બાપ, લોહી અને દેશ એક છે તો તે હિસાબે આપણો ધર્મ પણ એક છે.
મુફ્તીના આ નિવેદન બાદ ઘણા રાજનૈતિક સંગઠનોએ તેનું સ્વાગત કર્યું છે, પરંતુ શંકરાચાર્યએ તેને અપ્રમાણિક ગણાવ્યું છે. તેમણે જણાવ્યું કે કુરાનમાં તેનો ક્યાંય ઉલ્લેખ નથી. એવામાં તેને સ્વીકાર કરી શકાય નહીં.