For Daily Alerts
જમ્મુ કાશ્મીરના કુપવાડામાં હિમસ્ખલનથી 1 જવાન શહીદ, 2 ઘાયલ
નવી દિલ્લીઃ જમ્મુ કાશ્મીરના કુપવાડામાં મોટી દૂર્ઘટના સામે આવી છે. અહીં ગઈ રાતે હિમસ્ખલનમાં સેનાનો જવાન શહીદ થઈ ગયો છે જ્યારે બે જવાન આ દૂર્ઘટનામાં ઘાયલ થઈ ગયા છે. માહિતી મુજબ મંગળવારે રાતે લગભગ 8 વાગે કુપવાડા જિલ્લાના તંગધાર વિસ્તારમાં રોશન પોસ્ટ પાસે હિમસ્ખલનના કારણે આ દૂર્ઘટના બની. ઘાયલ જવાનોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે જ્યાં તેમનો ઈલાજ ચાલી રહ્યો છે.
ભાજપ નેતા ખુશબુ સુંદરની ગાડીનો અકસ્માત, માંડ માંડ બચ્યા