
જમ્મુ-કાશ્મીરઃ રાજૌરીમાં સરપંચના ઘર બહાર થયો વિસ્ફોટ, તપાસ શરૂ
જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લાના એક સરપંચજના ઘર બહાર ગત રાત્રે વિસ્ફોટ થયો. પોલીસ મામલાની તપાસમાં લાગી છે. જણાવવામાં આવી રહ્યું છે કે વિસ્ફોટ ઓછી તીવ્રતા વાળો હતો. જો કે હાલ કોઈપણ પ્રકારના નુકસાનના અહેવાલ સામે નથી આવ્યા. એસએસપી રાજૌદરીએ આ વાતની જાણકારી આપી છે. એસએસપી રાજૌરીએ કહ્યું કે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને મામલાની તપાસ કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ વિસ્ફોટ મહિલા સરપંચના ઘર બહાર થયો છે. સરપંચે પોલીસને તેની સૂચના આપી હતી, જે બાદ ઘટના સ્થળે પહોંચી પોલીસે તપાસ હાથ ધરી છે.
ઘટના રાજૌરી જિલ્લાના અંદ્રેલા ગામની છે. અધિકારીઓ મુજબ આ રહસ્યમય વિસ્ફોટે ઘરની દિવાલ અને બાજુમાં ઉભેલી મોટરસાઈકલ પર નિશાન છોડ્યાં છે. જો કે આ ઘટનામાં કોઈ જાનમાલની નુકસાની નથી થઈ. ઘટનાની પુષ્ટિ કરતાં એસએસપી રાજૌરી, શીમા નબીએ જણાવ્યું, એવું લાગે છે કે અમુક ચીજો ઉડી ગઈ છે પરંતુ કોઈ ઘાયલ નથી થયું.