જમ્મુ-કાશ્મીરઃ અવંતીપોરમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, 4 દિવસમાં 14 આતંકી ઠાર
નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરમાં આતંકી ગતિવિધિઓ બહુ તેજીથી વધી રહી છે. દરરોજ સેના અને આતંકવાદીઓ વચચે અથડામણના સમાચાર આવી રહ્યા છે. જ્યારે સેના સતત સર્ચ ઓપરેશન દ્વારા આતંકવાદીઓની ધરપકડ કરી રહી છે. આ દરમિયાન જમ્મુ કાશ્મીરના અવંતીપરાના ત્રાસ ક્ષેત્રમાં સેનાએ એક આતંકીને ઠર માર્યો. સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ બાદ સેનાએ એક આતંકીને ઠાર માર્યો. હજી પણ સર્ચ ઓપરેશન ચાલુ છે.
જણાવી દઈએ કે પાકિસ્તાન તરફથી આતંકી ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. જો કે સેનાએ પાછલા 4 દિવસમાં 13 આતંકવાદીઓને ઠાર માર્યા છે. જ્યારે આતંકવાદીઓના મોતથી અકળાયેલા પાકિસ્તાને પુંછ જિલ્લાના મનકોટ અને મેંઢર સેક્ટરમાં મોર્ટાર દાગ્યા ગોળીબાર કર્યો. સેનાએ લાઈન ઑફ કંટ્રોલ ઘુસણખોરીની કોશિશ કરતા 13 આતંકવાદીઓને પાછલા 4 દિવસમાં ઠાર માર્યા.
આતંકવાદીઓના મોત બાદ પાકિસ્તાને સીજફાયરનું ઉલ્લંઘન કરતા ભારે ગોળીબાર કર્યો અને મોર્ટાર દા્યા. ભારતીય સેનાએ મેંઢર સેક્ટરથી ઘૂસણખોરીની કોશિશ કરી રહેલા 10 આતંકવાદીઓને ઠાર મારી નાખ્યા હતા. જ્યારે રાજૌરીના નૌશેરા સેક્ટરમાં ઘુસણખોરી દરમિયાન 3 આતંકવાદીઓને ઠાર માર્યા છે. આતંકવાદીઓ વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા ઓફરેશનમાં સેનાને મોટી સફળતા મળી છે. જ્યાં સેનાએ 13 આતંકીઓને ઠાર માર્યા. જ્યારે પાછલા 4 દિવસમાં ભારે માત્રામાં હથિયાર, ગોળા-બારુદ જપ્ત કર્યા છે. અત્યાર સુધીમાં સેનાને 2 એકે47 રાઈફલ, 1 M16 A2 રાઈફલ, 1 પિસ્ટલ, 1 UBGL, ગ્રેનેડ મળી આવ્યા છે.
સરહદ પર પરિસ્થિતિ નિયંત્રણમાં, ભારત સાથે વાતચીતના તમામ માર્ગો ખુલ્લા: ચીન