પુલવામાઃ આતંકવદીઓના નાપાક ઈરાદા નિષ્ફળ, કારમાંથી 20 કિલો IED મળ્યો
પુલવમાઃ જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં સુરક્ષાબળોએ આતંકવાદીઓના નાપાક ઈરાદાને નિષ્ફળ બનાવી દીધો. સુરક્ષાબળોએ જે કારને રોકી તેમાંથી 20 કિલોથી વધુ આઈઈડી મળી આવ્યું હતું, જેનાથી ઘાતક હુમલો થઈ શકે તેમ હતો. પોલીસે જણાવ્યું કે ફેક રજિસ્ટ્રેશન નંબર વાળી કાર વિશે જાણકારી મળ્યા બાદ ગુરુવારની સવારે ચેક પોઈન્ટ પર ગાડી રોકવાની કોશિશ કરી તો કાર ચાલકે કારની ગતિ વધારી દીધી અને બેરિકેડ્સ તોડી નાખ્યાં.
પુલવમાના રાજપોરાના આયનગુંડમાં સેના, સીઆરપીએફ અને જમ્મુ-કાશ્મીર પલીસે કાર બોમ્બ બ્લાસ્ટ કરવાના ષડયંત્રને નાકામ કરી દીધું. જાણકારી મુજબ સુરક્ષાબળોને 4-5 દિવસ પહેલા જ માલૂમ પડી ગયું હતું કે એક કારમાં આઈઈડી ફીટ કરી દેવામાં આવયું છે. ગુપ્તચર સૂત્રો પાસેથી જાણકારી મળી હતી કે આતંકવદીઓ સુરક્ષાબળોના કાફલા પર કારથી બોમ્બ બ્લાસ્ટ કરવાના નાપાક ઈરાદા ધરાવે છે.
આજે સવારે દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના રાજપોરામાં આયનગુંડ ગામમાં એક રસ્તા કાંઠે આ સેન્ટ્રો કાર લાવારિસ હાલતમાં મળ્યા બાદ સુરક્ષાબળોએ સંયુક્ત રૂપે અભિયાન છેડી બોમ્બ સ્ક્વૉડની મદદથી આ આઈઈડીને નષ્ટ કરી દીધા. સુરક્ષાબળોનું કહેવું છે કે આઈઈડીને કારથી અલગ કરી શકાય તેમ ના હવાથી તેને કાર સાથે જ વિસ્ફોટ કર ઉડાવી દેવું પડયું જેનાથી કારના લીરે લીરા થઈ ગયા હતા.
#WATCH J&K: In-situ explosion of the vehicle, which was carrying IED, by Police in Pulwama.
— ANI (@ANI) May 28, 2020
Major incident of vehicle-borne IED explosion was averted by Police, CRPF & Army after Pulwama Police got credible info last night that a terrorist was moving with an explosive-laden car pic.twitter.com/UnUHSYB07C
પોલીસના ઈન્સપેક્ટર જનરલ વિજય કુમારે કહ્યું કે, સુરક્ષાબળોએ ગોળીઓ ચલાવી, પરંતુ ડ્રાઈવર ફરાર થઈ ગયો. જો કે આઈઈડીથી ભરેલી કાર ત્યાં જ ચોડી ગયો. તેમણે આગળ કહ્યું કે, હુમલા વિશે અમને ગુપ્ત માહિતી મળી હતી. અમે કાલથી જ આઈઈડી લઈને ફરી રહેલી કારની તલાશમાં હતા.
જણાવી દઈએ કે પાછલા વર્ષે ફેબ્રુઆરીમાં થયેલ સુસાઈડ આઈઈડી હુમલામાં સીએરપીએફના 40 જવાન શહીદ થયા હતા.જે બાદ ભારતે પાકિસ્તાનમાં ઘુસી આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના કેટલાય કેમ્પો પર બોમ્બ વરસાવી દીધા હતા.
પાછલા બે મહિનામાં જમ્મુ અને કાશ્મીરમાં કેટલીયવાર આતંકી હુમલા થયા, જેમાં અધકારીઓ સહત 30 જવાનોએ પોતાના જીવ ગુમાવી દીધા. જો ક આ દરમિયાન સુરક્ષા બળોએ 38 આતંકવાદીઓને ઠાર માર્યા.
Fact Check: ઉત્તરાખંડના જંગલોમાં લાગેલી ભીષણ આગની સચ્ચાઈ શું છે?