જમ્મુ કાશ્મીર: બારામુલામાં મોટા આતંકી મોડ્યુલનો પર્દાફાશ, ભારે હથિયારો સાથે 12 લોકો ગિરફ્તાર
શનિવારે રાજ્ય પોલીસે જમ્મુ-કાશ્મીરમાં એક ખૂબ મોટા આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. મળતી માહિતી મુજબ જમ્મુ-કાશ્મીર પોલીસે 12 શકમંદોની ધરપકડ કરી છે, જેનો સીધો સંબંધ આતંકવાદી સંગઠનો સાથે હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. સુરક્ષાદળોએ તેમની પાસેથી એક વિશાળ જથ્થો હથિયારો અને દારૂગોળો કબજે કર્યો છે.

આ સામાન કર્યો કબ્જે
નાર્કો ટેરરના આ મોડ્યુલમાંથી સુરક્ષા દળોએ હેરોઇન, હથિયારો અને કારતૂસના 11 પેકેટ તેમજ રોકડ મળી આવી છે. આ ઉપરાંત તેમની પાસેથી 10 ગ્રેનેડ, ચાર પિસ્તોલ અને મોટી સંખ્યામાં કારતૂસ મળી આવ્યા છે. આ સાથે 21.5 લાખની રોકડ, એક લાખ રૂપિયાનો ચેક પણ મળી આવ્યો છે.
Three terror associates have been arrested in Uri area of Baramulla. Arms and ammunition recovered. Details awaited: Jammu & Kashmir police
— ANI (@ANI) June 19, 2021
અનેક આતંકવાદી સંગઠનોના રહસ્યો બહાર આવી શકે છે
ઇન્ડિયા ટુડે સાથે વાત કરતાં જમ્મુ-કાશ્મીર પોલીસના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે આ શકમંદો પાસેથી એક ટ્રક, એક કાર અને એક સ્કૂટી પણ મળી આવી છે. આ મોટી સફળતા પછી, સુરક્ષા દળોએ એવી સંભાવના વ્યક્ત કરી છે કે આ મોડ્યુલને પકડવાથી અનેક આતંકવાદી સંગઠનોના રહસ્યો અને તેમની પ્રવૃત્તિઓ જાણી શકાય છે.

ખીણમાં ફરી આતંકવાદી પ્રવૃત્તિઓ સક્રિય
આપને જણાવી દઈએ કે બે દિવસ પહેલા બુધવારે નૌગાંવ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે મુઠભેડ થઇ હતી. આ એન્કાઉન્ટરમાં 1 આતંકી માર્યો ગયો હતો. માર્યા ગયેલા આતંકીનું નામ ઉઝૈર અશરફ ડાર હતું. તેની પાસેથી 1 પિસ્તોલ, 1 મેગેઝિન, 6 રાઉન્ડ અને 2 ગ્રેનેડ મળી આવ્યા છે. આ અગાઉ સોપોરમાં પોલીસ અને સીઆરપીએફની ટીમે આતંકીઓ દ્વારા હુમલો કર્યો હતો, જેમાં બે જવાનો શહીદ થયા હતા અને બે નાગરિકો માર્યા ગયા હતા. આ હુમલો લશ્કર-એ-તૈયબા દ્વારા કરવામાં આવ્યો હતો.