• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Live: આર્ટિકલ 370 પર મોદી સરકારનો નિર્ણય સાહસિક- RSS

|

સરકાર દ્વારા કાશ્મીરને લઈને આપવામાં આવેલી એડવાઈઝરી અને કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં સુરક્ષા દળો તૈનાત કર્યા બાદ કાશ્મીરની સ્થિતિ તંગ બની છે. આ દરમિયાન સરકારે કાશ્મીરમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે. નેશનલ કૉન્ફરન્સના અધ્યક્ષ ઉમર અબ્દુલ્લા અને પીડીપીના પ્રમુખ મહેબુબા મુફ્તીએ ઈન્ટરનેટ બંધ હોવાનો દાવો કર્યો છે. સૂત્રો મુજબ મહેબુબા મુફ્તી અને ઉમર અબ્દુલ્લાને નજરબંધ કરી દેવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીર સરકારના ઘણા અધિકારીઓ અને કર્મચારીઓને કર્ફ્યુ દરમિયાન ઑફિસ આવવા જવા માટે પાસ ઈશ્યુ કરવામાં આવ્યા છે.

amit shah

Newest First Oldest First
5:39 PM, 5 Aug
પંજાબના સીએમ કેપ્ટન અમરિંદર સિંહનું નિવેદન, આવો એતિહાસિક નિર્ણય આવી મનમાની સાથે ન લાવવો જોઈએ.
5:38 PM, 5 Aug
ચિદમ્બરમ- તમને (બીજેપી) લાગે છે કે તમે જીતી ગયા, પણ ઇતિહાસ તમને ખોટા સાબિત કરશે.
5:37 PM, 5 Aug
ધારા 370 હટાવવાના નિર્ણય અંગે નાણાં મંત્રી નિર્મલા સીતારમન ઘ્વારા જણાવવામાં આવ્યું કે આખો દેશ તેની રાહ જોઈ રહ્યો હતો
3:15 PM, 5 Aug
ધારા 370 નિર્ણય બાદ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મીઠાઇ વહેંચી
3:14 PM, 5 Aug
જુદા જુદા રાજ્યોમાં વસતા જમ્મુ-કાશ્મીરના લોકોની સુરક્ષા માટે રાજ્ય સરકારોને સૂચનાઓ આપવામાં આવી છે
3:14 PM, 5 Aug
આર્ટિકલ 370 પર મોદી સરકારના નિર્ણયને આરએસએસએ સાહસિક ગણાવ્યું
1:24 PM, 5 Aug
આર્ટિકલ 370 નિર્ણય પછી ઇન્ડિયન એર ફોર્સ અને ભારતીય સેના હાઈ એલર્ટ પર છે
1:01 PM, 5 Aug
મોદી સરકારના એતિહાસિક નિર્ણય પર સુષ્મા સ્વરાજનું ટવિટ, ઘણો સાહસિક અને એતિહાસિક નિર્ણય
12:41 PM, 5 Aug
જમ્મુ કાશ્મીર નિર્ણય પર જદયુ સમર્થન નહીં કરે, કેસી ત્યાગી ઘ્વારા જણાવવામાં આવ્યું કે ધારા 370 હટાવવી નહીં જોઈએ
12:40 PM, 5 Aug
બસપાએ રાજ્યસભામાં જમ્મુ કાશ્મીર મુદ્દે લાવવામાં આવેલા બિલને સમર્થન આપ્યું
12:39 PM, 5 Aug
પીડીપીના સંસદ સંવિધાન ફાડવાની કોશિશ કરી રહ્યા હતા, તેમને સદનની બહાર કરવામાં આવ્યું
12:38 PM, 5 Aug
જમ્મુ-કાશ્મીરથી વિશેષાધિકાર નાબૂદ કરવાના પ્રસ્તાવનો પીડીપીના સાંસદોએ પોતાના કપડાં ફાડીને વિરોધ કર્યો
12:05 PM, 5 Aug
થોડા સમયમાં પીએમ મોદી દેશને સંબોધિત કરી શકે છે
12:04 PM, 5 Aug
મહેબૂબાએ જમ્મુ-કાશ્મીરના વિઘટનના સમાચારો પર વાત કરી અને કહ્યું કે લોકશાહી માટે આજે કાળો દિવસ છે.
12:04 PM, 5 Aug
લદ્દાખની વિધાનસભા નહીં પરંતુ જમ્મુ કાશ્મીરની વિધાનસભા હશે
11:47 AM, 5 Aug
મોદી સરકારનો સૌથી મોટો નિર્ણય, જમ્મુ કાશ્મીર હવે રાજ્ય નથી રહ્યું, જમ્મુ કાશ્મીરથી લદાખ અલગ થયું
11:46 AM, 5 Aug
જમ્મુ કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશ બન્યું, લદાખ અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બન્યું
11:45 AM, 5 Aug
મોદી સરકારનો એતિહાસિક નિર્ણય, આર્ટિકલ 370 હટાવવામાં આવ્યો
11:33 AM, 5 Aug
રાષ્ટ્રપતિના હસ્તાક્ષર પછી આર્ટિકલ 370 ના બધા ખંડ લાગુ નહીં થાય: અમિત શાહ
11:32 AM, 5 Aug
અમિત શાહ રાજ્યસભામાં આર્ટિકલ 37૦ હટાવવાની દરખાસ્ત લઈને આવ્યા છે
11:18 AM, 5 Aug
જમ્મુ કાશ્મીરમાં કર્ફ્યુ જેવી હાલત, સ્થાનીય નેતા નજરબંધ: કોંગ્રેસ
11:17 AM, 5 Aug
રાજ્યસભામાં અમિત શાહે કહ્યું કે તેઓ કાશ્મીર પર દરેક જવાબ આપવા માટે તૈયાર છે
11:02 AM, 5 Aug
કેબિનેટ મિટિંગ પછી પીએમ મોદી સંસદ પહોંચ્યા
11:02 AM, 5 Aug
શિવસેનાએ કહ્યું કે તેઓ કાશ્મીરમાં સરકારના નિર્ણય સાથે છે. કાશ્મીરમાં જે થઇ રહ્યું છે તે બરાબર થઇ રહ્યું છે.
11:01 AM, 5 Aug
અમિત શાહ સંસદ પહોંચ્યા, કાશ્મીર મુદ્દે તેઓ સંસદમાં નિવેદન આપશે
10:35 AM, 5 Aug
કાશ્મીર મુદ્દે રાજ્યસભામાં સવારે 11 વાગ્યે અને લોકસભામાં બપોરે 12 વાગ્યે ગૃહમંત્રી અમિત શાહ નિવેદન આપશે
10:34 AM, 5 Aug
પીએમ મોદીના આવાસ પર ચાલી રહેલી બેઠક પુરી થઇ
10:34 AM, 5 Aug
દિલ્હી: પીડીપીના સાંસદ નઝીર અહેમદ અને મોહમ્મદ ફૈઝ, જે સંસદમાં કાળા પટ્ટા પહેરીને કાશ્મીર મુદ્દે વિરોધ કરવા આવ્યા હતા.
10:33 AM, 5 Aug
કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ: કાશ્મીરમાં લોકશાહી જોખમમાં છે. કાશ્મીરમાં શાંતિ જોખમમાં છે. આ લોકશાહીની હત્યા છે. કેન્દ્ર સરકાર એક કાવતરું કરી રહી છે. કાશ્મીરમાં પર્યટનના સૌથી યોગ્ય સમયે સરકાર પર્યટકોને પાછા બોલાવી રહી છે
9:56 AM, 5 Aug
શ્રીનગરમાં ધારા 144 લાગુ, સુરક્ષા કર્મીઓ જુદા જુદા સ્થળોએ તૈનાત, દિલ્હીમાં કેબિનેટની બેઠક ચાલી રહી છે
READ MORE

English summary
Jammu And Kashmir LIVE Updates: Mobile Internet, Landlines Blocked
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X