જમ્મુ-કાશ્મીરઃ પાકિસ્તાને પુંછ જિલ્લામાં ફેંક્યો બોમ્બ, 1 નાગરિકનુ મોત, 3 ઘાયલ
પાકિસ્તાન પોતાની આદત છોડી નથી શકતુ, શુક્રવારે એક વાર ફરીથી તેણે સીઝફાયરનુ ઉલ્લંઘન કર્યુ. જમ્મુ કાશ્મીરના પુંછ જિલ્લાના શાહપુર સેક્ટરમાં નિયંત્રણ રેખા પાસે પાકિસ્તાન તરફથી ગોળીબાર અને બોમ્બ ફેંકવામાં આવ્યા. આ હુમલામાં એક નાગરિકનુ મોત થઈ ગયુ અને ત્રણ ઘાયલ થઈ ગયા. મૃતકની ઓળખ શાહપુર નિવાસી અબ્દુલ્લાના દીકરા બદર દીન તરીકે થઈ છે. તેમની ઉંમર 55 વર્ષ બતાવવામાં આવી રહી છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે જ્યાં તેમનો ઈલાજ કરવામાં આવી રહ્યો છે.
પુંછ જિલ્લાના પોલિસ પ્રમુખ એસએસપી રમેશ કુમાર અંગરાલે જણાવ્યુ કે અમુક લોકો શાહપુરની એક મસ્જિદમાં શુક્રવારની નમાઝ અદા કરવા માટે જઈ રહ્યા હતા એ દરમિયાન તેમની પાસે એક પાકિસ્તાની ગોળો ફાટી ગયો.
આ હુમલામાં એક સ્થાનિક નાગરિકનુ મોત થઈ ગયુ અને ત્રણ અન્ય ઘાયલ થઈ ગયા. ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. એસએસપીએ જણાવ્યુ કે જો કે પાકિસ્તાની ગોળો મસ્જિદથી નથી ટકરાયો જેના કારણે કોઈ નુકશાન થયુ નથી. પાકિસ્તાન આટલી વાર ભારતીય સેનાના હાથે હારનો સામનો કર્યા બાદ પણ સીધુ નથી રહેતુ. ગયા અઠવાડિયે 8 ફેબ્રુઆરીએ પણ તેણે સીઝફાયરનુ ઉલ્લંઘન કર્યુ હતુ જેમાં એક ભારતીય જવાન શહીદ થઈ ગયો જ્યારે ત્રણ અન્ય ઘાયલ થઈ ગયા હતા. જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ ઘૂસણખોરીની કોશિશ કરી રહેલા પાકિસ્તાને ફરીથી એક વાર એલઓસી પર ફાયરિંગ કર્યુ હતુ.
સીઝફાયરના ઉલ્લંઘન કરીને પાકિસ્તાની સેનાએ જમ્મુ કાશ્મીરના પુંછ સેક્ટરમાં ભારે ગોળીબાર કર્યો. શનિવાર બપોરે લગભગ પોણા ચાર વાગે પુંછ જિલ્લાન દિગવાર સેક્ટરમાં સીઝફાયરનુ ઉલ્લંઘન કર્યુ હતુ. પાકિસ્તાને સેનાની ચોકીઓ અને રહેણાંક વિસ્તારોને ટાર્ગેટ કર્યા. ભારતીય સેનાએ પણ આ ગોળીબારનો જડબાતોડ જવાબ આપ્યો. જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાન તરફથી કરવામાં આવેલ આ ફાયરિંગમાં સેનાનો એક જવાન શઙીદ થઈ ગયો હતો.
આ પણ વાંચોઃ નિર્ભયા કેસની સુનાવણી દરમિયાન બેભાન થયા SCના જજ, ફાંસી પર ચાલી રહી હતી દલીલ