શોપિયામાં 2 આતંકી ઠાર, અઠવાડિયામાં એક ડઝન આતંકીઓનો સફાયો
જમ્મુ કાશ્મીરના શોપિયામાં સુરક્ષાબળોએ મંગળવારે રાતે બે આતંકીઓને ઠાર મારી દીધા છે. આ સાથે જ એક અઠવાડિયામાં ઘાટીમાં લગભગ 14 આતંકી અલગ અલગ એનકાઉન્ટરમાં ઠાર મરાયા છે. અધિકારીઓ તરફથી કહેવામાં આવ્યુ છે કે શોપિયાંમાં એનકાઉન્ટર આખી રાત ચાલ્યુ અને ત્યારે સુરક્ષાબળોને સફળતા મળી શકી. એક આતંકીને બુધવારે સવારે મારવામાં આવ્યો છે.
એક અઠવાડિયમાં એક ડઝનથી વધુ આતંકી ઠાર
મંગળવારે શોપિયાના જાઈનપોરા વિસ્તારમાં એનકાઉન્ટર શરૂ થયુ હતુ. મંગળવારે પહેલો આતંકી ઠાર મરાયો હતો. ત્યારબાદ આતંકીઓ તરફથી સુરક્ષાબળો પર સતત ફાયરિંગ કરવામાં આવી અને સુરક્ષાબળ બરાબર આનો જવાબ આપતા રહ્યા. હાલમાં શોપિયામાં સર્ચ ઑપરેશન ચાલુ છે અને ભાગેલા આતંકીઓની શોધ કરવામાં આવી રહી છે. શોપિયાં પહેલા સોમવારે કુલગામમાં પણ એનકાઉન્ટર થયુ હતુ અને આ એનકાઉન્ટરમાં ત્રણ આતંકી ઠાર મરાયા હતા. આ પહેલા કુપવાડામાં પણ ત્રણ આતંકીઓને ઠાર મારવામાં આવ્યા હતા. બરાબર એક અઠવાડિયા પહેલા જ શોપિયામાં એનકાઉન્ટર થયુ અને ચાર આતંકી ઠાર મરાયા હતા. જણાવવામાં આવી રહ્યુ છે કે આ આતંકી અંસાર ગજવાત-એલ-હિંદ સંગઠન સાથે જોડાયા હતા. શોપિયાં એનકાઉન્ટરમાં સંગઠનના ટૉપ કમાન્ડરને પણ ઠાર મારવામાં આવ્યો હતો.
મહામારીમાં પણ પાકિસ્તાનમાં ષડયંત્રો યથાવત
જમ્મુ કાશ્મીરમાં પણ કોરોના વાયરસને જોતા લૉકડાઉન ચાલુ છે અને આ દરમિયાન અહીં એક પછી એક એનકાઉન્ટર થઈ રહ્યા છે. આ મહિનાની શરૂઆતમાં પણ કૃષ્ણા ઘાટીમાં પાંચ આતંકીઓને મારવામાં આવ્યા હતા. નિયંત્રણ રેખા(એલઓસી) અને આંતરરાષ્ટ્રીય બૉર્ડર પર પાક તરફથઈ સતત ફાયરિંગ ચાલુ છે. પાક તરફથી વર્ષ 2020ની શરૂઆતમાં જ 733 વાર યુદ્ધવિરામને તોડવામાં આવ્યુ. જાન્યુઆરીમાં 367 વાર અને ફેબ્રુઆરીમાં 366 વાર સીઝફાયરનુ ઉલ્લંઘન કરવામાં આવ્યુ. માર્ચમાં આ આંકડો 411 રહ્યો અને એપ્રિલમાં 53 વાર યુદ્ધવિરામને તોડવામાં આવ્યુ. જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર જીસી મુર્મુએ જણાવ્યુ કે ઘાટીમાં આતંકવાદ પર અમુક હદ સુધી નિયંત્રણ મેળવી લેવામાં આવ્યુ હતુ પરંતુ પાકિસ્તાન ફરીથી શાંતિ ભંગ કરવાની કોશિશો કરવા લાગ્યુ છે. તેમણે જણાવ્યુ કે પાક તરફથિી બમણી માત્રામાં એલઓસી પર યુદ્ધવિરામ તોડવાની ઘટનાઓને અંજામ આપવામાં આવી ચૂક્યુ છે.
આ પણ વાંચોઃ ભારત અને 13 પડોશી દેશો તરફ આગળ વધી રહ્યા છે 'અર્નબ' અને 'આગ' જેવા ચક્રવાતી તોફાન