For Quick Alerts
For Daily Alerts
જમ્મુ કાશ્મીરઃ કુલગામમાં સેનાએ 2 આતંકવાદીઓને ઠાર માર્યા, ફાયરિંગ યથાવત
કુલગામઃ જમ્મુ કાશ્મીરના કુલગામ જિલ્લાના ચિનગામ વિસ્તારમાં આતંકીઓ અને સુરક્ષાબળો વચ્ચે એનકાઉન્ટર ચાલુ છે. જે માહિતી મળી રહી છે તે મુજબ આતંકી છૂપાયેલ છે અને સાવચેતી રૂપે આખા વિસ્તારને ખાલી કરાવી દેવામાં આવ્યો છે. બંને તરફથી ફાયરિંગ ચાલુ છે. કાશ્મીર ઝોન પોલિસે જણાવ્યુ કે ફાયરિંગમાં બે આતંકી ઠાર મરાયા છે. જો કે એ આતંકવાદીઓ વિશે હજુ સુધી ખાસ માહિતી મળી નથી. આખા વિસ્તારમાં સર્ચ ઑપરેશન ચલાવવામાં આવી રહ્યુ છે.
કાશ્મીર ઝોન પોલિસે માહિતી આપીને જણાવ્યુ કે કુલગામના ચિંગામ વિસ્તારમાં આ અથડામણ થઈ. વિસ્તારમાં 2થી 3ની સંખ્યામાં આતંકવાદીઓની હાજરીમાં પહોંચેલા દળ પર ફાયરિંગ શરૂ કરી દેવામાં આવ્યુ. ત્યારબાદ સુરક્ષાબળો તરફથી જવાબી કાર્યવાહી કરવામાં આવી.
ભારતમાં કોરોનાના સક્રિય કેસોમાં ઘટાડો કેવી રીતે થઈ રહ્યો છે