J&K DDC Election: પહેલા તબક્કામાં 43 મત વિસ્તારમાં મતદાન શરૂ, 296 ઉમેદવારો મેદાનમાં
Jammu Kashmir DDC Election 2020: જમ્મુ કાશ્મીરમાં કલમ 370(આર્ટિકલ 370) હટાવ્યા બાદ પહેલી વાર આજે(28 નવેમ્બર) જિલ્લા વિકાસ પરિષદ(DDC) ચૂંટણી થઈ રહી છે. 43 મતવિસ્તારમાં મતદાન શરૂ થઈ ગયુ છે. મતદાન નિર્ધારિત સમયે સવારે 7 વાગે શરૂ થયુ છે અને બપોરે 2 વાગ્યા સુધી થશે. 43 સીટો માટે 296 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. 43 સીટોમાંથી 25 સીટો કાશ્મીર અને 18 જમ્મુની છે. વળી, સરપંચ અને પંચ માટે ચૂંટણી મેદાનમાં 1179 ઉમેદવાર પોતાનુ નસીબ અજમાવી રહ્યા છે આમાંથી 899 પંચ અને 280 ઉમેદવાર સરપંચ માટે છે.
ન્યૂઝ એજન્સી એઆનઆઈએ અખનૂરમાં જિલ્લા વિકાસ પરિષદ ચૂંટણીના પહેલા તબક્કા માટે મતદાનના ફોટા શેર કર્યા છે. મતદાન કેન્દ્ર પર સોશિયલ ડિસ્ટંસીંગ માટે નિશાન બનાવવામાં આવ્યા છે. જિલ્લા વિકાસ પરિષદ, પંચ અને સરપંચ ઉપરાંત 16 વૉર્ડની પણ ચૂંટણી થઈ રહી છે જેમાં શ્રીનગરના 2 વૉર્ડ માટે 21, પહેલગામના 9 વૉર્ડ માટે 31 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે. વળી, અનંતનાગ જિલ્લા માટે પાંચ વૉર્ડ પસંદ કરવામાં આવ્યા છે જ્યાં 10 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે.
જમ્મુ કાશ્મીર જિલ્લા વિકાસ પરિષદ ચૂંટણી 28 નવેમ્બરથી 19 ડિસેમ્બર સુધી ચાલશે. પહેલો તબક્કો શનિવાર(28 નવેમ્બર)નો છે. બીજો ફેઝ એક ડિસેમ્બરે, ત્રીજો ફેઝ 4 ડિસેમ્બરે, ચોથો ફેઝ 7 ડિસેમ્બરે, પાંચમો ફેઝ 10 ડિસેમ્બરે, છઠ્ઠો ફેઝ 13 ડિસેમ્બરે, સાતમો ફેઝ 16 ડિસેમ્બરે અને છેલ્લો આઠમો ફેઝ 19 ડિસેમ્બરે થશે.
સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં આત્મઘાતી હુમલો, 7ના મોત