For Quick Alerts
For Daily Alerts
સેનાએ એન્કાઉન્ટરમાં બે આતંકીઓને ઠાર માર્યા, સર્ચ ઓપરેશન ચાલુ
જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે, જેમાં સેનાને મોટી સફળતા મળી છે. સેનાએ એન્કાઉન્ટરમાં બે આતંકીઓને ઠાર માર્યા છે. આ એન્કાઉન્ટર અનંતનાગના મુનવાઈ વિસ્તારમાં ચાલી રહ્યું હતું. જાણકારી અનુસાર અહીં 1-2 આતંકીઓ સંતાયા હતા, જેમને સેનાએ ઘેરી લીધા. એન્કાઉન્ટરમાં પોલીસ અને સીઆરપીએફ જવાનો શામિલ હતા. આખા વિસ્તારમાં કોઈ પણ પ્રકારની અફવાહ ના ફેલાય તેના માટે ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી હતી.
એન્કાઉન્ટર પછી આતંકીઓ પાસે ભારે માત્રામાં હથિયારો અને બારૂદ મળી આવ્યા હતા. સેનાએ આખા વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ કરી દીધું છે.