પુલવામા એનકાઉન્ટરમાં બે આતંકી ઠાર, લૉકડાઉનમાં પણ ચાલી રહી છે અથડામણ
જમ્મુ કાશ્મીરના પુલવામામાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે એનકાઉન્ટર થયુ છે. અવંતિપોરામાં થયેલા આ એનકાઉન્ટરમાં અત્યાર સુધી બે આતંકી ઠાર મરાયા છે. દક્ષિણ કાશ્મીરના પુલવામામાં આ એનકાઉન્ટર ત્યારે થયુ છે જ્યારે થોડા દિવસો અગાઉ સુરક્ષાબળોએ અંસાર ગજવાત ઉલ-હિંદના ચાર આતંકીઓને ઠાર માર્યા હતા. જણાવવામાં આવી રહ્યુ છે કે પુલવામા એનકાઉન્ટરમાં અત્યાર સુધી બે આતંકીઓને ઠાર માર્યા છે. આતંકીઓ ઉપરાંત તેમનો એક સાથી પણ માર્યો ગયો છે.
બુધવારે શોપિયામાં થયુ હતુ એનકાઉન્ટ
શનિવારે પુલવામાના અવંતિપોરામાં સુરક્ષાબળોને આતંકીઓ વિશે માહિતી મળી હતી. ત્યારબાદ સુરક્ષાબળોએ અહીં સર્ચ ઑપરેશન ચલાવ્યુ હતુ અને આ દરમિયાન આતંકીઓ તરફથી ફાયરિંગ થયુ. આ એનકાઉન્ટર અવંતિપોરાના ગોરીપરામાં થયુ છે. આ જગ્યા શોપિયાં પાસેની છે અને બુધવારે શોપિયાાંમાં ચાર આતંકી ઠાર થયા હતા. જણાવવામાં આવી રહ્યુ છે કે આ આતંકી અંસાર ગજવાલ-એલ-હિંદ સંગઠનથી જોડાયેલા હતા. શોપિયાં એનકાઉન્ટરમાં સંગઠનના ટૉપ કમાન્ડર પણ ઠાર મરાયા હતા. જમ્મુ કાશ્મીરમાં પણ કોરોના વાયરસને જોતા લૉકડાઉન ચાલુ છે અને આ દરમિયાન અહીં એક પછી એક એનકાઉન્ટર થઈ રહ્યુ છે. ઘાટીમાં અત્યાર સુધી 400 લોકો કોવિડ-19થી સંક્રમિત છે. 92 લોકો સંપૂર્ણપણે રિકવર થઈ ચૂક્યા છે અને 5 લોકોના મોત થયા છે.
કોરોના સંક્રમિત આતંકી મોકલવાનુ ષડયંત્ર
જમ્મુ કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે કહ્યુ કે એ વિશેની ઠોસ ઈન્ટેલીજન્સ મળી છે કે પાકિસ્તાન, જમ્મુ કાશ્મીરમાં અત્યારે કોરોના વાયરસથી સંક્રમિત આતંકીઓને મોકલવાની તૈયારીમાં છે. તેમણે કહ્યુ હતુ કે પાકનુ ષડયંત્ર કાશ્મીરના લોકોમાં જાનલેવા વાયરસથી સંક્રમિત કરવાનુ છે. તેમણે કહ્યુ કે હવે વધુ સાવચેતી વર્તવા અને સાવધ રહેવાની જરૂર છે. ડીજીપી દિલબાગે આ વાત એ સમયે કહી હતી જ્યારે ગાંદરબલના મણિગામમાં પોલિસ ટ્રેનિંગ સેન્ટરની અંદર ક્વૉરંટાઈન સેન્ટરની સમીક્ષા લઈ રહ્યા હતા.
આ પણ વાંચોઃ દેશમાં આજથી રમઝાનની શરૂઆત, રાષ્ટ્રપતિ-પીએમે આપી મુબારકબાદ, માંગી આ દુઆ