For Quick Alerts
For Daily Alerts
જમ્મુ કાશ્મીરના બારામૂલામાં એનકાઉન્ટર, લશ્કરના બે આતંકી ઠાર
નવી દિલ્લીઃ જમ્મુ કાશ્મીરના બારામૂલા જિલ્લાના સોપોર ગામમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. આ એનકાઉન્ટરમાં આતંકીઓનો ટૉપ કમાંડર છૂપાયા હોવાની વાત સામે આવી છે. પોલિસે જણાવ્યુ કે ટૉપ કમાન્ડર અને તેનો એક સહયોગી વિસ્તારમાં છૂપાયા છે જ્યાં પોલિસ અને સુરક્ષાકર્મીઓની તેમની સાથે અથડામણ ચાલી રહી છે. આ એનકાઉન્ટરમાં બે આતંકી માર્યા ગયા છે. કાશ્મીર પોલિસના આઈજીપી વિજય કુમારે જણાવ્યુ કે આ એનકાઉન્ટરમાં લશ્કર એ તૈયબાના બે આતંકીઓને ઠાર મારવામાં આવ્યા છે. એક આતંકીનુ નામ ફયાઝ વૉર છે કે જે ઘણા જવાનો અને સામાન્ય નાગરિકોની હત્યામાં શામેલ હતો. ઉત્તર કાશ્મીરમાં તેણે ઘણી હિંસા ફેલાવી હતી. ઘટના સ્થળેથી ભારે માત્રામાં દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો છે. હજુ પણ સર્ચ ઑપરેશન ચાલી રહ્યુ છે.
Comments
jammu kashmir baramulla encounter army indian army terrorist જમ્મુ કાશ્મીર એનકાઉન્ટર આર્મી સેના ભારતીય સેના આતંકવાદી
English summary
Jammu Kashmir: Encounter with terrorist in Baramulla, 2 terrorist shot dead.
Story first published: Friday, July 23, 2021, 8:20 [IST]