• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જમ્મૂ-કાશ્મીરમાં યમદૂત બનીને આવેલા પૂરના 10 સાચા કારણો

By Kumar Dushyant
|

જમ્મૂ-કાશ્મીર ગત છ દાયકામાં આવેલા સૌથી ખતરનાક પૂરે જાનમાલને ભારે નુકસાન પહોંચાડ્યું છે. સેનાની મદદથી બચાવકાર્ય લગભગ સફળ રહ્યું છે તથા હવ વિસ્થાપિતોને તેમની જીવનશૈલીમાં નવેસરથી પરત લઇ જવા માટે સરકાર-સમાજમાં મંથન ચાલુ છે.

સેના, વાયુસેના, એનડીઆરએફ અને રાજ્ય એજન્સીઓએ હજારોને આ ત્રાસદીમાં ડુબતાં બચાવ્યા છે. હાલની સમસ્યા શ્રીનગરના ડલ સરોવરમાં વધી રહેલા પાણીના જળસ્તરના લીધે છે. જો આ અટકી જાય તો આગળની રણનીતિ પર કામ શરૂ કરવામાં આવશે.

તસવીરોમાં જુઓ, વિશ્વના આ શહેરો પર વરસી રહ્યો છે પૂરનો કહેર

સાર્ક ડિઝાસ્ટર મેનેજમેંટના પ્રો. સંતોષ તથા પર્યાવરણવિદ હિમાંશુ ઠક્કરે અના પર વિશેષ ચર્ચા કરી કારણો શોધી કાઢ્યા. તેમના લેખ તથા વાતચીતથી નિકળેલી વાતોથી ખબર પડે છે કે આ તબાહી માટે કોઇ એક જવાબદાર નથી. સ્લાઇડર ફેરવો અને જાણો આ ભીષણ તબાહી પાછળની વાતો-

અતિ વર્ષા

અતિ વર્ષા

સામાન્ય રીતે આપણે બધા આ તબાહીને ત્યાંની મૂશળાધાર વરસાદ સાથે જોડીને જોઇ રહ્યાં છીએ. જો કે 3-6 સપ્ટેમ્બર સુધી ઘાટીમાં 250 મિમી. વરસાદ નોંધવામાં આવ્યો. વૈજ્ઞાનિક-વિશેષજ્ઞોનું માનીએ તો ઘણા કારણોના લીધે 500 મિમી. સુધીનો વરસાદ સતત વરસ્યો જેથી પરિસ્થિતી ખરાબ થતી ગઇ...

વેસ્ટર્ન ડિસ્ટબંસ

વેસ્ટર્ન ડિસ્ટબંસ

આ વરસદનો યોગ 'વેસ્ટર્ન ડિસ્ટબંસના લીધે બન્યો. અફઘાનિસ્તાન તથા મેડીટેરિયનનથી આવેલા પ્રતિકુળ વાતાવરણ અહી મૉનસૂન વિંડની સાથે મળ્યું અને લાંબા સમય સુધી બંધ ન થનાર વરસાદે આ તબાહી મચાવી.

ડૉપ્લર રડાર ન હતા

ડૉપ્લર રડાર ન હતા

વિશેષજ્ઞોનું કહેવું છે કે ક્ષેત્રમાં ડૉપ્લર રડાર ન હોવાથી તબાહીનો અંદાજો લગાવી ન શકાયો. આ રડારોની મદદથી 24-27 કલાક પહેલાં આ પ્રકારના કહેરનો અંદેશો લગાવી શકાય છે જે ઘાટીમાં ન હતા. જો કે તેનાથી તબાહી અટકાવી ન શકાય પરંતુ નુકસાનને જોતાં સર્તક જરૂર થઇ શકાત.

પાકને વોર્નિંગ, આપણે ખાલી હાથ

પાકને વોર્નિંગ, આપણે ખાલી હાથ

વિશેષજ્ઞોને જણાવ્યું કી સેંટ્ર્લ વૉટર કમિશન ભારતથી પાક્સિતાન જનાર નદીઓ વિશે ફ્લડ ફોરકાસ્ટિંગ કરે છે, એટલે કે વાર્નિંગ આપે છે પરંતુ આપણા માટે કોઇપણ પ્રકારની વૉનિંગની વ્યવસ્થા નથી. ઉત્તરાખંડ ત્રાસદી પર પણ પર્યાવરણવિદોએ આ સવાલ કર્યો હતો.

NDMAની ભૂમિકા સવાલોમાં

NDMAની ભૂમિકા સવાલોમાં

રાષ્ટ્રીય ડિઝાસ્ટર મેનેજમેંટ એક્ટ 2005ના હેઠળ બનેલી આ સંસ્થાને રાજ્ય તથા જિલ્લા સ્તર પર બચાવ એકમોને ચુસ્ત રાખવાની જવાબદારી છે, જેના પર હંમેશાથી સવાલ ઉભા થયા છે કે તે સમય પહેલાં તૈયાર રહેતી નથી. સ્થિતી એ છે કે અત્યાર સુધી એનડીએમએના ઉપાધ્યક્ષ પણ નિમવામાં આવ્યા નથી. તેના અધ્યક્ષ વડાપ્રધાન હોય છે.

અવિકસિત છે લોકલ વૉર્નિંગ તંત્ર

અવિકસિત છે લોકલ વૉર્નિંગ તંત્ર

વિશેષજ્ઞો સાથેની વાતચીત સામે આવ્યું છે કે હિમાલયન રીજન તથા પૂરની આશંકાવાળા વિસ્તારોમાં લોકલ વોર્નિંગનું કામ એનડીએમના વિસ્તારો તથા જિલ્લા સ્તરીય ટીમોને કરવું જોઇએ. આ તંત્ર મજબૂત હોત તો ત્યારે ઉત્તરાખંડ તથા હવે જમ્મૂ-કાશ્મીરના હાલાત એટલા ખરાબ ના હોત.

નદીનું અપમાન

નદીનું અપમાન

અહીં નદીના અપમાનના આશયથી કોઇપણ પ્રકારનો પૌરાણિક દ્રષ્ટિકોણ નથી. જો કે નદીને એનક્રોચ એટલે કે તેના રસ્તામાં વસ્તી વસતાં 'નદીનું અપમાન' સાથે જોડવામાં આવ્યું છે. જ્યારે નદી પોતાનો કોર્સ અથવા રસ્તો બદલી લે છે તો ખાલી જમીન પર લોકો આવીને વસવાટ કરે છે જો કે નદીનો વાસ્તવિક માર્ગ હોય છે. પૂર આવતાં નદી પોતાના રસ્તા પર પરત ફરે છે.

સુવિધાઅઓની અવગણના

સુવિધાઅઓની અવગણના

જમ્મૂ-કાશ્મીર, તે પ્રાકૃતિક જગ્યા જ્યાં ઝરણાં, નદી, હોડીઓ મોટાભાગે તેની ઓળખના રૂપમાં જોવામાં આવે છે. આ ભીષણ તબાહી દરમિયાન હોડીઓ પણ દિલ્હી-ગાજિયાબાદથી મંગાવવામાં આવી. આ પ્રકરના નદી-તટીય-હિમાલય વિસ્તારમાં પણ પૂરની પરિકલ્પના કોઇપણ સંસ્થાએ ન કરી.

હાઇડ્રો-પાવર પ્રોજેક્ટનું 'પૂર'

હાઇડ્રો-પાવર પ્રોજેક્ટનું 'પૂર'

પર્યાવરણવિદોએ જણાવ્યું કે ભારતથી પાકિસ્તાનની જમીને અડકનાર ચિનાબ નદી પર સૌથી વધુ હાઇડ્રો પાવર પ્રોજેક્ટ બનાવવામાં આવ્યા છે. તેની પણ પ્રાકૃતિક અસર જોવા મળી રહી છે. એવામાં 'હાફિઝ સઇદ'નું ભારત પર 'જળ આતંકવાદ' જેવા આરોપ લગાવવા કોઇપણ દ્રષ્ટિકોણે યોગ્ય ગણી ન શકાય.

ચેતાવણી માટે તંત્ર સક્રિય હોય

ચેતાવણી માટે તંત્ર સક્રિય હોય

એનડીએમ એટલે રાષ્ટ્રીય ડિઝાસ્ટર મેનેજમેંટ આગળથી આ પ્રકારના વિસ્તારોમાં વોર્નિંગ તંત્ર મજબૂત કરવું પડશે. સામાન્ય જનતાને જ્યાં જગ્યા મળશે ત્યાં ઘર બનાવી દેશે પ્રંતુ જવાબદાર સંસ્થાઓને આ અંગે જણાવવાની ફરજ યાદ હોવી જોઇએ કે કઇ જગ્યાએ ખતરો છે તથા ક્યાં છે સુરક્ષા તથા ખુશહાલી?

English summary
Jammu Kashmir Flood is due to these reasons after Uttarakhand.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more