For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જમ્મૂ-કાશ્મીરઃ રાજ્યપાલે વિધાનસભા ભંગ કરી, સરકાર બનાવવાની સંભાવના ખતમ

જમ્મૂ-કાશ્મીરઃ રાજ્યપાલે વિધાનસભા ભંગ કરી

|
Google Oneindia Gujarati News

શ્રીનગરઃ જમ્મૂ-કાશ્મીરમાં પીડીપીએ કોંગ્રેસ અને નેશનલ કોંગ્રેસની સાથે મળી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો, પરંતુ પીડીપીના ઈરાદાઓ પર પાણી ફરી વળ્યું છે. રાજ્યપાલ સત્યપાલ મલિકે જમ્મૂ-કાશ્મીર વિધઆનસભા ભંગ કરી દીધી છે. વિધાનસભા ભંગ થયા બાદ સરકાર બનાવવાની તમામ સંભાવના ખતમ થઈ ગઈ છે.

jammu

જણાવી દઈએ કે અગાઉ પીડીપીના પ્રમુખ મહેબૂબા મુફ્તીએ નેશનલ કોન્ફ્રન્સ અને કોંગ્રેસના સમર્થન પત્રની સાથે રાજ્યપાલને ચિઠ્ઠી લખી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો. જે બાદ પીડીપીમાં બગાવતના ભણકારા જોવા મળી રહ્યા છે. પીડીપી ધારાસભ્ય ઈમરાન અંસારીએ દાવો કર્યો છે કે એમની સાથે 18 ધારાસભ્ય છે અને તેઓ પણ રાજ્યપાલ પાસે સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે.

જ્યારે વિધાનસભા ભંગ કર્યા બાદ કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે મેં આજે બપોરે પણ કહ્યું હતું કે આ માત્ર એક ઉકેલ છે. હજુ સુધી પીડીપી-એનસી-કોંગ્રેસ ગઠબંધન પર કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. કોઈપણ નિર્ણયથી પહેલા જ ભાજપના ધારાસભ્ય ભંગ કરી દીધી. જ્યારે કોંગ્રેસ નેતાશૈફુદ્દીન સોઝે કહ્યું કે વિધાનસભા ભંગ કરવું અસંવૈધાનિક અને અનૈતિક છે. મહેબૂબા મુફ્તીને સરકાર બનાવવાનો મોકો મળવો જોઈએ. એમણે કહ્યું કે મહેબૂબા મુફ્તીને આ ફેસલાની વિરુદ્ધ કોર્ટ જવું જોઈએ.


જણાવી દઈએ કે પીડીપી-ભાજપ ગઠબંધન તૂટ્યા બાદ જમ્મૂ-કાશ્મીરમાં વિધાનસભા નિલંબિત કરી દેવામાં આવી છે. 19 જૂનથી અહીં રાજ્યપાલ શાસન લાગી ગયું છે.

આ પણ વાંચો- તેલંગાણાના સૌથી અમીર સાંસદની રાહુલ ગાંધી સાથે મુલાકાત, કોંગ્રેસમાં જોડાશે

English summary
Jammu and Kashmir Governor Satya Pal Malik has passed an order dissolving the state Legislative Assembly.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X