For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારે વરસાદને કારણે ઝેલમ નદી છલકાઈ, અમરનાથ યાત્રા સ્થગિત

મૂસળધાર વરસાદને કારણે શુક્રવારે બીજા દિવસે પણ અમરનાથ યાત્રા રોકી દેવામાં આવી. શનિવારે એટલે કે આજે પણ શ્રધ્ધાળુઓ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. 20 હજારથી વધુ યાત્રીઓ ફસાયેલા છે.

|
Google Oneindia Gujarati News

જમ્મુ કાશ્મીરમાં સતત વરસાદ વરસી રહ્યો છે. મૂસળધાર વરસાદને કારણે શુક્રવારે બીજા દિવસે પણ અમરનાથ યાત્રા રોકી દેવામાં આવી. શનિવારે એટલે કે આજે પણ શ્રધ્ધાળુઓ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. કારણકે હવામાન વિભાગે આજે પણ ભારે વરસાદની ભવિષ્યવાણી કરી છે. 20 હજારથી વધુ યાત્રીઓ ફસાયેલા છે. વરસાદના કારણે ઝેલમ નદી છલકાઈ રહી છે. અનંતનાગ જિલ્લામાં આ નદી જોખમ સ્તરથી 21 ફૂટ ઉપર વહી રહી છે. વધુ વરસાદને કારણે પહેલગામ રૂટ પર સતત ભેખડો ધસી પડવાના સમાચાર આવી રહ્યા છે. ખરાબ હવામાનના કારણે અમરનાથ યાત્રા સ્થગિત કરી દેવામાં આવી છે. વળી, આજે શ્રીનગરમાં ખરાબ હવામાનને કારણે બધી શાળાઓમાં રજા આપી દેવામાં આવી છે.

ઝેલમ 13.34 ફૂટ ખતરાના નિશાનથી ઉપર

ઝેલમ 13.34 ફૂટ ખતરાના નિશાનથી ઉપર

પ્રશાસને વિસ્તારમાં અધિકારીઓને આ વિશે ચેતવણી જારી કરી છે. રામ મુન્શી બાગમાં ઝેલમ 13.34 ફૂટ ખતરાના નિશાનથી ઉપર વહી રહી હતી. દક્ષિણ કાશ્મીરમાં પૂરના પ્રકોપને જોતા અધિકારીઓને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યુ છે. જમ્મુ કાશ્મીરમાં રાજધાની શ્રીનગરમાં શુક્રવારે 12.6 મીમી (8.30 સવારે) વરસાદ નોંધવામાં આવ્યો. વિસ્તારમાં પાણીનું સ્તર વધી ગયુ છે. એક અધિકારીએ જણાવ્યુ તે પહેલગામમાં હજુ સુધી 27.8 મીમી વરસાદ થયો છે. જેની સીધી અસર અમરનાથ યાત્રા પર પડી છે. મૂસળધાર વરસાદ અને લપસણી જમીનના કારણે શુક્રવારે પણ અમરનાથા રોકી દેવામાં આવી. વળી, કેટલાક રિપોર્રટ્સમાં કહેવામાં આવ્યુ કે ખરાબ હવામાનના કારણે લગભગ ચાર હજારથી વધુ શ્રધ્ધાળુ દર્શન કર્યા વિના જ પાછા આવી ગયા છે. જો કે, પ્રશાસને આ વિશે કોઈ અધિકૃત પુષ્ટિ કરી નથી.

2294 શિવભક્તોએ કર્યા બાબા બર્ફાનીના દર્શન

2294 શિવભક્તોએ કર્યા બાબા બર્ફાનીના દર્શન

પહેલેથી રવાના થયેલા 1287 શ્રધ્ધાળુઓએ શુક્રવારે બાબા બર્ફાનીના દર્શન કર્યા. મળતી માહિતી મુજબ હજુ સુધી 2294 શિવભક્તોએ બાબા બર્ફાનીના દર્શન કર્યા છે. પરંતુ બીજા લોકો હજુ પણ ખરાબ હવામાનના કારણે રાહ જોવી પડી શકે છે.

ખરાબ હવામાનના કારણે વચમા જ રોકાયા લોકો

ખરાબ હવામાનના કારણે વચમા જ રોકાયા લોકો

શુક્રવારે જમ્મુથી રવાના થયેલા ત્રીજા જૂથમાં 2332 પુરુષ અને 544 મહિલાઓ શામેલ હતા. પરંતુ ખરાબ હવામાનના કારણે આ લોકો આગળ વધી શક્યા નહિ અને 2876 શ્રધ્ધાળુઓ ઉધમપુરની ટેકરી સહિત અન્ય વિસ્તારોમાં રોકાઈ ગયા. ખરાબ હવામાનના કારણે ઘણા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

મૂસળધાર વરસાદને કારણે ટ્રેક લપસણો

મૂસળધાર વરસાદને કારણે ટ્રેક લપસણો

આ પહેલા શુક્રવારે પહેલગામ-ચંદનવાડીથઈ સવારે 1263 યાત્રીઓ શેષનાગ સુધી મોકલવામાં આવ્યા હતા. વિસ્તારમાં મૂસળધાર વરસાદને કારણે હજારો યાત્રીઓને કેમ્પોમાં જ રોકી દેવામાં આવ્યા. વધુ વરસાદને કારણે ટ્રેક પણ ચીકણો થઈ જતા યાત્રીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

English summary
Jammu and Kashmir heavy rains Flood Amarnath Yatra suspended
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X