For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મરતા પહેલા આતંકી બોલ્યો - અલ્લાહ ને મળવા જાઉં છું

જમ્મુ કાશ્મીર શોપિયાંમાં આતંકીઓ સાથે થયેલી ઝડપમાં પ્રોફેસરમાંથી આતંકી બનેલા મોહમ્મદ રફી ભટ્ટને સેના ઘ્વારા રવિવારે બપોરે મારી નાખવામાં આવ્યો હતો.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

જમ્મુ કાશ્મીર શોપિયાંમાં આતંકીઓ સાથે થયેલી ઝડપમાં પ્રોફેસરમાંથી આતંકી બનેલા મોહમ્મદ રફી ભટ્ટને સેના ઘ્વારા રવિવારે બપોરે મારી નાખવામાં આવ્યો હતો. મરતા પહેલા મોહમ્મદ રફી ભટ્ટએ પોતાના પિતા સાથે ફોન પર વાત કરી અને કહ્યું કે મેં તમને દુઃખ પહોચાડ્યું હોય તો મને માફ કરી દેજો. પિતા ફૈયાઝ મોહમ્મદ ભટ્ટ માટે તેમના દીકરાનો પહેલો અને છેલ્લો કોલ હતો. ગયા અઠવાડિયે શુક્રવારે ભટ્ટ ગાયબ થઇ ગયો હતો. ત્યારપછી માહિતી મળી કે તેને આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીન જોઈન કરી લીધું છે.

jammu kashmir

દક્ષિણ કાશ્મીર શોપિયાંમાં સેનાના હાથે મરતા પહેલા તેને પોતાના પિતાને ફોન કર્યો હતો અને તેમની માફી માંગી સાથે સાથે કહ્યું કે તેઓ અલ્લાહ ને મળવા જઈ રહ્યા છે, એટલા માટે આ તેનો છેલ્લો કોલ છે. આતંકી મોહમ્મદ રફી ભટ્ટના પિતા ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમને પોતાના દીકરા સાથે છેલ્લી વાર વાત કરી હતી અને કહ્યું હતું કે તે સરેન્ડર કરી દે, પરંતુ તે માન્યો નહીં.

સેનાએ પ્રોફેસરમાંથી આતંકી બનેલા મોહમ્મદ રફી ભટ્ટને સરેન્ડર કરવા માટે પણ કહ્યું હતું. પોલીસ મોહમ્મદ રફી ભટ્ટના દરેક કોલ અને તેના ઠેકાણા જાણવા માટે પ્રત્યન કરી રહી હતી. એટલું જ નહીં પરંતુ તેના પરિવારની પણ મદદ લેવામાં આવી હતો, જેથી તે પાછો આવી શકે. પરંતુ પ્રોફેસરે સરેન્ડર કર્યું નહીં.

હિઝબુલ મુજાહિદ્દીનની વાતોમાં આવીને માર્યા ગયેલો 33 વર્ષનો મોહમ્મદ રફી ભટ્ટ કાશ્મીર યુનિવર્સીટીમાં સોશિયોલોજી પ્રોફેસર હતો. મોહમ્મદ રફી ભટ્ટના આતંકી સંગઠનમાં જોડાયા પછી તેના પિતા સતત પોલીસને કહી રહ્યા હતા કે તેમનો દીકરો હથિયાર હાથમાં નહીં પકડી શકે.

English summary
Jammu Kashmir: I am sorry if I hurt you, said son Mohammed Rafi Bhat, in last call to father
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X