જમ્મુ કાશ્મીરઃ શ્રીનગરમાં CRPF પર હુમલાની જવાબદારી ISISએ લીધી, પોલિસનો દાવો ફગાવ્યો
બુધવારે જમ્મુ કાશ્મીરમાં શ્રીનગરના લાવેપોરામાં થયેલા એનકાઉન્ટરની જવાબદારી આતંકી સંગઠન આઈએસઆઈએસે લીધી છે. આતંકી સંગઠનની મીડિયા વિંગ અમાક પર સંગઠને લખ્યુ છે કે તેના આતંકીઓએ સીઆરપીએફ પર હુમલો કર્યો અને સુરક્ષાબળોને ઘણુ નુકશાન પહોંચાડ્યુ છે. હજુ સુધી એ અંગેની કોઈ માહિતી મળી નથી કે આ હુમલામાં સંગઠનને કેટલુ નુકશાન થયુ. આ એનકાઉન્ટરમાં સીઆરપીએફનો એક જવાન શહીદ થઈ ગયો હતો.
અચાનક થયો હતો હુમલો
એનકાઉન્ટર શ્રીનગરના લાવેપોરા વિસ્તારમાં થયુ હતુ. અહીં ફાયરિંગનો અવાજ સાંભળવામાં આવ્યો હતો. એનકાઉન્ટરમાં બે આતંકી ઠાર મરાયા હતા અને એક આતંકીને ઘાયલ અવસ્થામાં પકડવામાં આવ્યો હતો. જો કે બાદમાં તેનુ મોત થઈ ગયુ હતુ. આતંકીઓએ શ્રીનગરના પરીમ પોરા ચેક પોસ્ટ પર અચાનક હુમલો કરી દીધો હતો. આઈએસઆઈએસે દાવો કર્યો છે કે તેના આતંકીઓએ જ સુરક્ષાબળોને નિશાન બનાવવાની કોશિશ કરી હતી. બીજી તરફ જમ્મુ કાશ્મીર પોલિસે આ દાવાને માનવાનો ઈનકાર કરી દીધો છે. ડીજીપીનો દાવો છે કે જે ત્રણ આતંકી માર્યા ગયા છે. તે બધા અલગ અલગ સંગઠનોમાંથી આવે છે.
તેમણે જણાવ્યુ કે એક આતંકી લશ્કર-એ-તૈયબા, એક આઈએસઆઈએસ અને એક હિઝબુલ મુજાહિદ્દીન સાથે જોડાયેલો હતો. પોલિસનુ કહેવુ છે કે સંગઠને કહ્યુ છે કે તેના આતંકીઓએ સુરક્ષાબળ પર હુમલો કર્યો હતો કે જે સંપૂર્ણપણે ખોટુ છે. જે જવાન આ એનકાઉન્ટરમાં શહીદ થયો છે તે બિહારના આરા જિલ્લાનો રહેવાસી હતો. સૂત્રો તરફથી જણાવવામાં આવ્યુ છે કે જે આતંકી માર્યા ગયા છે તેની શોધ સેનાને છેલ્લા ઘણા દિવસોથી હતી. જ્યારે બુધવારની સવારે તેમના વિશે સીઆરપીએફને સૂચના મળી ત્યારે ઑપરેશનને અંજામ આપવામાં આવ્યુ.
આ પણ વાંચોઃ મહાભિયોગ કેસમાં ડોનાલ્ડ ટ્રમ્પની કેસ, બધા આરોપોમાંથી છૂટકારો