જમ્મુ કાશ્મીરઃ પુંછમાં પાકિસ્તાન તરફથી ફાયરિંગમાં લાંસ નાયક કરનૈલસિંહ શહીદ
જમ્મુઃ જમ્મુ કાશ્મીરના પુંછ જિલ્લા હેઠળ આવતી કૃષ્ણા ઘાટી સેક્ટરમાં પાકિસ્તાન તરફથી ફાયરિંગ કરવામાં આવ્યુ છે. પાકિસ્તાન તરફથી થયેલા યુદ્ધવિરામમાં લાંસ નાયક કરનૈલ સિંહ શહીદ થઈ ગયા છે. જમ્મુ સ્થિત ડિફેન્સ પીઆરઓ તરફથી આ વિશે માહિતી આપવામાં આવી છે. જ્યાં એક તરફ ચીન તરફથી પૂર્વ લદ્દાખમાં લાઈન ઑફ કંટ્રોલ(એલએસી) પર સેનાનો જમાવડો છે ત્યાં બીજી તરફ પાકિસ્તાન તરફથી પણ સતત ગોળીબાર કરવામાં આવી રહ્યો છે.
વ્હાઈટ નાઈટ કોરના જીઓસી તરફથી લાંસ નાયક કરનૈલ સિંહની શહીદીને સેલ્યુટ કરવામાં આવ્યુ છે. સાથે જ તેમના પરિવાર પ્રત્યે સંવેદનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. પુંછની કૃષ્ણા ઘાટીમાં બુધવારે રાતે 8.30 વાગે પાકિસ્તાન તરફથી ફાયરિંગ શરૂ થયુ હતુ. સેનાએ પણ પાકને આનો જડબાતોડ જવાબ આપી દીધો. પાક તરફથી આતંકી ઘૂસણખોરીની કોશિશો કરી રહ્યા છે અને રેંજર્સ સતત સીઝફાયર તોડી રહ્યા છે. વર્તમાન સ્થિતિિમાં સેનાના પડકારો બમણા થઈ ગયા છે.
સેના તરફથી આના પર નિવેદન જારી કરીને કહેવામાં આવ્યુ છે, '30 સપ્ટેમ્બરે લગભગ 8 વાગીને 30 મિનિટે પાકિસ્તાન તરફથી નાના હથિયારોથી ફાયરિંગ કરવામાં આવ્યુ હતુ. કૃષ્ણા ઘાટી સેક્ટરમાં નિયંત્રણ રેખા પર મોર્ટાર્સથી થયેલી ફાયરિંગનો સેનાએ જવાબ આપ્યો છે.' આ પહેલા પાકે પુંછના મનકોટ સેક્ટરાં પણ નાના હથિયારોથી ફાયરિંગ કર્યુ હતુ.
મધ્ય પ્રદેશમાં સગીરનુ અપહરણ કરીને ગેંગરેપ, આરોપીઓ ફરાર