For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મેહબૂબા મુફ્તીએ રાજ્યપાલને મળવા માટે સમય માંગ્યો, જાણો કારણ

જમ્મુ કાશ્મીરમાં રાજ્યપાલ શાશન લાગુ થયા પછી રાજ્યપાલ એન. એન. વોહરા ઘ્વારા એક બેઠક બોલાવવામાં આવી છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

જમ્મુ કાશ્મીરમાં રાજ્યપાલ શાશન લાગુ થયા પછી રાજ્યપાલ એન. એન. વોહરા ઘ્વારા એક બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠક પહેલા પૂર્વ મુખ્યમંત્રી મેહબૂબા મુફ્તીએ રાજ્યપાલને મળવા માટે સમય માંગ્યો છે. જમ્મુ કાશ્મીરમાં બદલાયેલા સમીકરણ પછી મેહબૂબા મુફ્તી અને રાજ્યપાલ સાથે બેઠક ખુબ જ અગત્યની માનવામાં આવે છે. ભાજપ અને પીડીપી સરકાર પડી ભાંગ્યા પછી જમ્મુ કાશ્મીરમાં રાજ્યપાલ શાશન લાગુ કરવામાં આવ્યું છે. રાજ્યમાં ભાજપ તરફથી સમર્થન પાછું લઇ લીધા પછી મુફ્તી સરકાર બહુમતથી દૂર ચાલી ગયી, ત્યારપછી તેમને રાજીનામુ આપી દીધું. સરકાર પડવા પછી એક દિવસ પછી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાજ્યપાલ શાશન લાગુ કરી દીધું.

mehbooba mufti

જમ્મુ કાશ્મીરમાં રાજ્યપાલ એન. એન. વોહરા ઘ્વારા શુક્રવારે સાંજે લગભગ 4.30 વાગ્યે એક બેઠક બોલાવવામાં આવી છે. અધિકારીના જણાવ્યા અનુસાર રાજ્યપાલે રાજ્યની સ્થિતિ પર ચર્ચા કરવા માટે રાષ્ટ્રીય પાર્ટી પ્રદેશના બધા જ પ્રમુખોની એક બેઠક બોલાવી છે. આ બેઠક પહેલા મેહબૂબા મુફ્તી રાજ્યપાલ સાથે મુલાકાત કરશે. માનવામાં આવે છે કે સાંજે લગભગ 4 વાગ્યે તેમની મુલાકાત થઇ શકે છે. મેહબૂબા મુફ્તી અને રાજ્યપાલ સાથે બેઠક ખુબ જ અગત્યની માનવામાં આવે છે.

મેહબૂબા મુફ્તી અને રાજ્યપાલ વચ્ચે થઇ રહેલી બેઠકના ઘણા રાજકીય સમીકરણ કાઢવામાં આવી રહ્યા છે. પરંતુ હજુ સુધી આ બાબતે કોઈ જ માહિતી મળી નથી કે આખરે મેહબૂબા મુફ્તી અને રાજ્યપાલ વચ્ચે બેઠક થવાનું કારણ શુ છે. આપણે જણાવી દઈએ કે હાલમાં ચાલી રહેલી સરકારનો કાર્યકાલ વર્ષ 2021 દરમિયાન પૂરો થાય છે. રાજ્યપાલ એન. એન. વોહરાનો કાર્યકાલ 25 જૂને પૂરો થાય છે. સૂત્રો અનુસાર કોઈ નવા ચહેરાને જવાબદારી આપવાને બદલે તેમને જ આગળનો કાર્યકાલ મળી શકે છે.

English summary
Jammu and Kashmir: Mehbooba Mufti meet Governor NN Vohra before all party meeting
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X