ઘાટીમાં આતંકીઓ ઘ્વારા બંધક બનાવેલો પોલીસકર્મી પાછો ફર્યો

જમ્મુ કાશ્મીરના પુલવામાં જિલ્લાના ત્રાલમાં આતંકીઓ ઘ્વારા એક પોલીસકર્મીને બંધક બનાવવામાં આવ્યો હતો, હવે તે પોલીસકર્મી પાછો આવી ગયો છે.

જમ્મુ કાશ્મીરના પુલવામાં જિલ્લાના ત્રાલમાં આતંકીઓ ઘ્વારા એક પોલીસકર્મીને બંધક બનાવવામાં આવ્યો હતો, હવે તે પોલીસકર્મી પાછો આવી ગયો છે. આઈજીપી કાશ્મીર એસપી પાની ઘ્વારા જણાવવામાં આવ્યું કે પોલીસકર્મી પાછો આવી ગયો છે. આપણે જણાવી દઈએ કે સ્પેશ્યલ પોલીસ ઓફિસર મુદસ્સીર અહમ લોનને આતંકીઓ ઘ્વારા શુક્રવારે મોડી રાત્રે ચેનકર ગામથી તેમનું અપહરણ કરી લીધું હતું. રિપોર્ટ અનુસાર જયારે પોલીસકર્મી પોતાના સંબંધીના ઘરે જઈ રહ્યો હતો ત્યારે જ રસ્તામાં જ આતંકીઓ ઘ્વારા તેની અપહરણ કરી લેવામાં આવ્યું.

jammu and kashmir

જમ્મુ કાશ્મીર ડીજીપી એસપી વૈદ્ય ઘ્વારા જણાવવામાં આવ્યું કે અમે આ બાબતે બધી જ માહિતી મેળવી લીધી છે અને આગળ પણ વધુ જાણકારી મેળવી રહ્યા છે. આ ઘટના તેવા સમયે સામે આવી જયારે કોન્સ્ટેબલ સલીમ ખાનને તેના ઘરેથી આતંકીઓ ઘ્વારા કિડનેપ કરી લેવામાં આવ્યો હતો અને થોડા દિવસ પછી તેની લાશ ગોળીઓથી વીંધાયેલી મળી હતી. જે સમયે કોન્સ્ટેબલની હત્યા કરવામાં આવી ત્યારે તે રજા પર હતો. તેને વર્ષ 2016 દરમિયાન પોલીસની નોકરી જોઈન કરી હતી.

એટલું જ નહીં પરંતુ આવી જ વધુ એક ઘટના સામે આવી હતી જયારે કોન્સ્ટેબલ જાવેદ અહમની લાશ 5 જુલાઈએ મળી આવી હતી. તેમને પણ આતંકીઓ ઘ્વારા શોપિયાં ઘરેથી અપહરણ કરી લેવામાં આવ્યું હતું. ગયા મહિને આતંકીઓ ઘ્વારા સેનાના જવાન ઔરંગઝેબનું પણ અપહરણ કરીને તેને મૌતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. તે સમયે પોલીસે ભારે સંખ્યામાં સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X