જમ્મુ કાશ્મીરઃ બારામૂલા એનકાઉન્ટરમાં લશ્કરનો ટૉપ આતંકી ઠાર, 3 જવાન ઘાયલ
શ્રીનગરઃ કાશ્મીરના આઈજીપી વિજય કુમારે જણાવ્યુ કે બારામૂલા એનકાઉન્ટરમાં લશ્કરનો ટૉપ આતંકી કમાંડર યુસૂફ કાંતરુ ઠાર મરાયો છે. તે બડગામ જિલ્લામાં હાલમાં જ એક એસપીઓ અને તેના ભાઈ, એક સૈનિક અને એક નાગરિકની હત્યા સહિત નાગરિકો અને સુરક્ષાબળોના જવાનોની ઘણી હત્યાઓમાં શામેલ હતો. જમ્મુ કાશ્મીરના બારામૂલા જિલ્લામાં ગુરુવારે સવારે સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણમાં ત્રણ જવાન ઘાયલ થઈ ગયા.
કાશ્મીર ઝોન પોલિસે જણાવ્યુ હતુ કે પ્રતિબંધિત આતંકી સંગઠન લશ્કરનો એક આતંકવાદીને ઠાર મારવામાં આવ્યો છે. હથિયાર અને દારુગોળા સહિત વાંધાજનક સામગ્રી જપ્ત કરવામાં આવી છે. અધિકારીના જણાવ્યા મુજબ ઉત્તર કાશ્મીરમાં બારામૂલાના માલવાહ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની સૂચનાના આધારે સુરક્ષાબળોએ વિસ્તારની ઘેરાબંધી કરીને ત્યાં સર્ચ અભિયાન શરુ કર્યુ હતુ.
તેમણે જણાવ્યુ કે આતંકવાદીઓએ સુરક્ષાબળો પર ગોળીબાર કર્યા બાદ અભિયાન અથડામણમાં ફેરવાઈ ગયુ. સુરક્ષાબળોએ પણ આતંકવાદીઓના ગોળીબારનો વળતો જવાબ આપ્યો. કાશ્મીરના મહાનિરીક્ષક વિજય કુમારે ટ્વિટ કરીને જણાવ્યુ કે શરુઆતના ગોળીબારમાં ત્રણ જવાનોને સામાન્ય ઈજા થઈ છે. અભિયાન ચાલુ છે, આગળની માહિતી ટૂંક સમયમાં શેર કરવામાં આવશે.
One top terrorist of LET neutralised and more terrorists are trapped. Four security force personnel injured and evacuated. Operation underway: Dilbag Singh, J&K DGP on Baramulla encounter
— ANI (@ANI) April 21, 2022