Jammu Kashmir: કઠુઆમાં સેનાની બેરેક અચાનક ધરાશાયી, 2 જવાન શહીદ, 1ની હાલત ગંભીર
જમ્મુ કાશ્મીરના કઠુઆમાં એક આર્મી બેરેક(Army barrack) ધરાશાયી થઈ જવાથી બે જવાન શહીદ થઈ ગયા છે.
Jammu Kashmir News: જમ્મુ કાશ્મીરના કઠુઆમાં એક આર્મી બેરેક(Army barrack) ધરાશાયી થઈ જવાથી બે જવાન શહીદ થઈ ગયા છે. વળી, એક જવાનની હાલત ગંભીર જણાવાઈ રહી છે. તેનો ઈલાજ હોસ્પિટલમાં ચાલી રહ્યો છે. રિપોર્ટ મુજબ આર્મી બેરેક કઠુઆ જિલ્લાના માછેડી(Machhedi of Kathua)વિસ્તારમાં શુક્રવારે(25 ડિસેમ્બર)ધરાશાયી થઈ ગયુ. ઘટના સાંજે લગભગ 6 વાગ્યાની છે.

ઘાયલ જવાનને પઠાણકોટની આર્મી હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યો છે. જ્યાં તેની હાલત ગંભીર છે. જણાવવામાં આવી રહ્યુ છે કે બિલવારના સેક્ટર માછેડીમાં સાંજે લગભગ 6 વાગે સેનાના જવાન બેરેકમાં કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક દિવાલ ધસી પડી જેના કારણે 3 જવાન ઘાયલ થઈ ગયા. ત્યારબાદ બધાને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યાં 2 જવાનોને ડૉક્ટરે મૃત ગણાવ્યા.
શહીદ થનાર જવાનની ઓળખ સામે આવી છે. શહીદ થયેલ જવાનમાં એક હરિયાણાના રહેવાસી સૂબેદાર એસએન સિંહ હતા. વળી, એક સાંબાના રહેવાસી નાયક પ્રવીણ કુમાર હતા. ઘાયલ જવાનનુ નામ હવાલદાર મંગળસિંહ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
