For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કઠુઆ રેપના આરોપીએ હત્યાના કારણનો કર્યો સનસનીખેજ ખુલાસો

જમ્મૂ કાશ્મીરના કઠુઆમાં 8 વર્ષની બાળકી સાથે બળાત્કાર બાદ હત્યા મામલે એક નવો ખુલાસો થયો છે. પોલિસના જણાવ્યા અનુસાર આ નિર્દયી ઘટના પાછળ મુખ્ય આરોપી સાંઝીરામનો હાથ છે.

|
Google Oneindia Gujarati News

જમ્મૂ કાશ્મીરના કઠુઆમાં 8 વર્ષની બાળકી સાથે બળાત્કાર બાદ હત્યા મામલે એક નવો ખુલાસો થયો છે. પોલિસના જણાવ્યા અનુસાર આ નિર્દયી ઘટના પાછળ મુખ્ય આરોપી સાંઝીરામનો હાથ છે. પોલિસની પૂછપરછ દરમિયાન સાંઝીરામે જણાવ્યું કે તેને બાળકી સાથે બળાત્કાર વિશે ઘટનાના ચાર દિવસ બાદ જાણ થઈ. તેણે જણાવ્યું કે બાળકીનું અપહરણ કરવામાં આવ્યુ તેના ચાર દિવસ બાદ મને ખબર પડી કે તેની સાથે બળાત્કાર કરવામાં આવ્યો છે અને તેની પાછળ મારા પુત્રનો હાથ છે. મે મારા પુત્રને બચાવવા માટે બાળકીની હત્યાની યોજના બનાવી હતી.

પુત્રને બચાવવા કરી દીધી હત્યા

પુત્રને બચાવવા કરી દીધી હત્યા

કેસની તપાસ કરી રહેલા અધિકારીઓએ જણાવ્યુ કે બાળકી સાથે 10 જાન્યુઆરીએ બળાત્કાર થયો હતો. આ દિવસે સાંઝીરામના ભત્રીજાએ પણ બાળકી સાથે બળાત્કાર કર્યો હતો. બળાત્કારના 4 દિવસ બાદ 14 જાન્યુઆરીએ બાળકીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી. હત્યાના ત્રણ દિવસ બાદ બાળકીનો મૃતદેહ 17 જાન્યુઆરીએ જંગલમાંથી મળી આવ્યો હતો. આ કેસમાં રામ અને તેના પુત્ર ઉપરાંત પાંચ અન્ય આરોપીઓની પોલિસે ધરપકડ કરી છે. આ ઘટના બાદ દેશભરના લોકોએ રસ્તા પર ઉતરીને આનો વિરોધ કર્યો હતો. આના કારણે સરકારને સગીરા સાથે બળાત્કારના કાયદામાં બદલાવ કરવો પડ્યો હતો.

જાતે જ કર્યુ હતુ કબૂલ

જાતે જ કર્યુ હતુ કબૂલ

સાંઝીરામે પૂછપરછ દરમિયાન જણાવ્યુ કે જ્યારે તેના ભત્રીજાએ જાતે આ વિશે કબૂલ કર્યુ ત્યારે તેને 13 જાન્યુઆરીએ બાળકી સાથે બળાત્કાર વિશે જાણ થઈ. તપાસ કરી રહેલા અધિકારીઓ અનુસાર રામે પોતાના ભત્રીજા અને પુત્રને કહ્યુ કે તેણે મંદિરમાં પૂજા કરી લીધી છે અને તેણે પોતાના ભત્રીજાને કહ્યું કે તે પ્રસાદ લઈને ઘરે જાય. પરંતુ જ્યારે તે મોડેથી ઘરે પહોંચ્યો તો તેણે તેને માર્યો. માર ખાવાથી ભત્રીજાને લાગ્યું કે રામને બાળકી સાથે બળાત્કાર વિશે ખબર પડી ગઈ છે એટલે તેણે રામને આ ઘટના વિશે બધુ કહી દીધું.

ગાડી ન મળવાને કારણે લઈ ગયા મંદિર

ગાડી ન મળવાને કારણે લઈ ગયા મંદિર

ત્યારબાદ રામે બાળકીની હત્યા કરવાની યોજના બનાવી. આટલું જ નહિ પૂછપરછ દરમિયાન રામે કહ્યું કે તેણે પોતાના ભત્રીજાને પોતાનો ગુનો કબૂલી લેવા માટે મનાવી લીધો. હત્યાના એક દિવસ પહેલા 13 જાન્યુઆરીએ વિશાલ અને તેનો દોસ્ત પરવેશ બાળકીને મંદિરની બહાર લઈ ગયા અને ફરીથી એકવાર તેના પર બળાત્કાર કર્યો અને ત્યારબાદ તેની હત્યા કરી દીધી. વાસ્તવમાં આરોપી કોઈ પણ પ્રકારના પુરાવા છોડવા નહોતા માંગતા એટલે તેમણે બાળકીને હીરાનગરના નાળા પાસે લઈ જવાનો નિર્ણય કર્યો પરંતુ ગાડી ન મળવાને કારણે મૃતદેહને ફરીથી મંદિરમાં લઈ ગયા હતા.

English summary
jammukashmir police clarify reports regarding kathuarape murder case
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X