For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેશ નહીં દુનિયા છોડી ગયા ‘મોદી નિંદક’ કન્નડ લેખક, પીએમએ દુઃખ વ્યક્ત કર્યુ

|
Google Oneindia Gujarati News

બેંગ્લોર, 23 ઑગસ્ટઃ યૂઆર અનંતમૂર્તિ, આ નામ કદાચ તમને યાદ જ હશે, જો ના હોય તો અમે તમને યાદ અપાવી દઇએ કે આ એજ મહાનુભાવ છેકે જેમનું નામ 2014ની લોકસભાની ચૂંટણી પહેલા ઘણું જ ચર્ચામાં આવ્યું હતું અને તેમણે કહ્યું હતું કે જો નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે તો તેઓ દેશ છોડી દેશે, જોકે લાંબી બિમારી બાદ તેમનું નિધન થતા આ નામ ફરી ચર્ચામાં આવ્યું છે.

તેઓ 82 વર્ષના હતા. તેમને કિડની સંબંધિત બિમારી હતી અને તેમને સતત ડાયલિસિસ પર રાખવામાં આવ્યા હતા. તેમણે બેંગ્લોર સ્થિત મનીપાલ હોસ્પિટલ ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. વડાપ્રધાન મોદીએ અનંતમૂર્તિના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે.

અનંતમૂર્તિ અંગે વાત કરવામાં આવે તો તેમને 1998માં નાગરિક સન્માન પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. અનંતમૂર્તિની જાણીતું અને વિવાદિત પુસ્તક 1970ના દશકમાં આવ્યું હતું. આ પુસ્તકનું નામ હતું, ‘સંસ્કાર'. અન્ય કૃતિઓમાં ભવ, ભારતીપુર, બારા અને અવસ્થ ઘણી જ લોકપ્રીય થઇ હતી. આ અંગે વધુ વાંચવા માટે તસવીરો પર ક્લિક કરો.

મોદી પીએમ બનશે તો દેશ છોડી દઇશ

મોદી પીએમ બનશે તો દેશ છોડી દઇશ

લોકસભાની ચૂંટણી દરમિયાન તેમણે કહ્યું હતું કે જો નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બનશે તો તેઓ દેશ છોડી દેશે, જોકે બાદમાં તેમણે પોતાના નિવેદન અંગે કહ્યું હતું કે તેમણે ભાવનાઓમાં વહીને આ પ્રકારનું નિવેદન કર્યું હતું.

મોદીએ ટ્વીટર પર વ્યક્ત કર્યુ દુઃખ

નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર કન્નડ લેખક અનંતમૂર્તિના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યું છે અને કહ્યું છેકે, કન્નડ સાહિત્યએ એક અદના લેખક ગુમાવ્યા છે, પ્રભુ તેમની આત્માને શાંતિ અર્પે. મારી સહાનુભૂતિ તેમના પરિવાર સાથે છે.

સોનિયા ગાંધી-રાહુલ ગાંધીએ વ્યક્ત કર્યુ દુઃખ

સોનિયા ગાંધી-રાહુલ ગાંધીએ વ્યક્ત કર્યુ દુઃખ

કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ કહ્યું છેકે, તેઓ એક સારા હ્યુમન બિઇંગ હતા, ભારતીય સાહિત્યએ એક મહાન હસ્તી ગુમાવી છે, રાહુલ ગાંધીએ દુઃખ વ્યક્ત કરતા કહ્યું હતું કે તે વિશ્વના જાણીતા લેખકોમાના એક હતા, તેઓ એક સારા વિચારશીલ માનવી હતા.

બજરંગ દળે ફટાકડા ફોડ્યા

બજરંગ દળે ફટાકડા ફોડ્યા

આરએસએસ અને ભાજપ વિરોધી વિચારધારા માટે જાણીતા અનંતમૂર્તિના નિધન પર બેંગ્લોરમાં બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા ફટાકડાં ફોડીને ઉત્સાહ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસે તેમને ત્યાંથી ભગાડ્યા હતા. પોલીસ અનુસાર ઉપદ્રવ મચાવનારાઓએ ચહેરા પર કપડું વિંટ્યુ હતું. ખરા અર્થમાં કહીંએ તો બજરંગ દળના કાર્યકર્તાઓએ આવું કરીને પોતાની નિમ્ન સ્તરની માનસિકતા દર્શાવી છે.

English summary
Janpith awardee Dr. U.R Ananthamurthy is pased away in Manipal Hospital in Bangalore on August 22nd, 2014.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X