For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બહુચરાજીમાં પટેલોએ હાર્દિક માટે કર્યા પ્રતીક ઉપવાસ

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

સુપ્રીમ કોર્ટે હાર્દિક પટેલના વિરુદ્ધ આરોપ પત્ર દાખલ કરવા કહ્યું

સુપ્રીમ કોર્ટે હાર્દિક પટેલના વિરુદ્ધ આરોપ પત્ર દાખલ કરવા કહ્યું

રાજદ્રોહના આરોપ હેઠળ જેલમાં બંધ હાર્દિક પટેલની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને 8 જાન્યુઆરી સુધીમાં હાર્દિક પટેલ વિરુદ્ધ આરોપ પત્ર દાખલ કરવાનો નિર્દેશ કર્યો. નોંધનીય છે કે આ મામલે 14 જાન્યુઆરીએ સુનવણી થવાની છે.

દમન પ્રતિકાર રેલી, આજે કોંગ્રેસ બતાવશે પોતાનો દમ

દમન પ્રતિકાર રેલી, આજે કોંગ્રેસ બતાવશે પોતાનો દમ

પાસ કન્વીનર હાર્દિક પટેલ અને તેના અન્ય સાથીઓને છોડાવા માટે આજે અમદાવાદ ખાતે કોંગ્રેસ દમન પ્રતિકાર રેલી નીકળવાના છે. બપોરે 2 વાગે સાબરમતી આશ્રમની નીકળવામાં આવેલી આ રેલીમાં રાજ્યભરના કોંગ્રેસી નેતાઓ અને કાર્યકર્તાઓ હાજર રહેશે. જો કે આ રેલીને નીકળવાની પરમિશન તો નથી મળી પણ કોંગ્રેસ આ રેલી નીકાળીને જ રહેશે તેવી ચર્ચા છે.

રેલી પહેલા તંત્ર સાબદું પણ ધિંગાણુ થવાની શક્યતા

રેલી પહેલા તંત્ર સાબદું પણ ધિંગાણુ થવાની શક્યતા

કોંગ્રેસ દમન પ્રતિકારક રેલી પહેલા સ્થિતીની ગંભીરતા જોતા પોલિસ ચાંપતો બંદોવસ્ત કર્યો છે. વધુમાં બનાસકાંઠાના કોંગી કાર્યકર્તાઓને અટકાવવામાં પણ આવ્યા છે. જોકે ગુપ્તચર એજન્સીઓએ આ રેલીમાં ધિંગાણુ થવાની વાત ઉચ્ચારતા તંત્રને સાબદૂ કરાયું છે અને જો ચક્કાજામ કરવામાં આવશે તો પોલિસ કોંગી નેતાઓની અટક કરશે.

રવિ કૃષિ ઉત્સવ ક્યાંક છમકલુ તો ક્યાંક શાંતિ

રવિ કૃષિ ઉત્સવ ક્યાંક છમકલુ તો ક્યાંક શાંતિ

રાજ્યભરમાં હાલ રવિ કૃષિ ઉત્સવ ચાલી રહ્યો છે રાજ્ય સરકાર આ દ્વારા રાજ્યભરના ખેડૂતોને પશુપાલન અને ખેતીની વિવિધ માહિતી આપી રહ્યા છે અને સોઇલ હેલ્થ કાર્ડ પણ જો કે પાટીદાર અનામત આંદોલનના કારણે અનેક પટેલ ખેડૂતોએ તેનો બહિષ્કાર કર્યો છે. ભરૂચના જ્યાં આ કારણ બબાલ થઇ ત્યાં જ અન્ય જગ્યાએ લોકોને પાંખી હાજરી જોવા મળી. તો વાગરામાં કોંગ્રેસી કાર્યકર્તાઓએ પણ વિરોધ કર્યો.

સોમવારે બહુચરાજીમાં પટેલોએ હાર્દિક માટે કર્યા પ્રતીક ઉપવાસ

સોમવારે બહુચરાજીમાં પટેલોએ હાર્દિક માટે કર્યા પ્રતીક ઉપવાસ

પાસ અને એસપીજીના નેતા અને પટેલ સમાજના લોકોએ મળીને સોમવારે બહુચરાજીમાં હાર્દિક પટેલ અને અન્ય પાટીદાર નેતાઓને જેલથી મુક્ત કરવા માટે પ્રતીક ઉપવાસ કર્યા. ત્યાં હાજર લાલજી પટેલ કહ્યું કે તે હાર્દિક પટેલને જેલમાંથી બહાર નીકાળીને જ જંપશે.

બાલિકા વધુની ભૂતપૂર્વ આનંદી પોલિસ પર લગાવ્યો છેડછાડનો આરોપ

બાલિકા વધુની ભૂતપૂર્વ આનંદી પોલિસ પર લગાવ્યો છેડછાડનો આરોપ

બાલિકા વધૂની ભૂતપૂર્વ આનંદી તેવી પ્રત્યૂષા બેનર્જીએ કાંદિવલી વેસ્ટ પોલિસ સ્ટેશનમાં છેડછાડ અને અભદ્ર વર્તન માટે ફરિયાદ નોંધાવી છે. પ્રત્યૂષાનું કહેવું છે કે આ લોકો પોલિસની વરદીમાં આવ્યા હતા. અને તેના ઘરમાં આવીને અજીબો ગરીબ હરકત કરી પ્રત્યૂષાના બોયફ્રેન્ડ રાહુલ વિષે પૂછી રહ્યા હતા. અને ગુંડાગર્દી પર ઉતરી આવ્યા હતા.

પાક સેના પ્રમુખ રાહીલ શરીફે હતી પઠાણકોટ હુમલાની જાણકારી

પાક સેના પ્રમુખ રાહીલ શરીફે હતી પઠાણકોટ હુમલાની જાણકારી

પઠાણકોટમાં થયેલા આતંકી હુમલા બાદ સુત્રોના હવાલાથી મળતી ખબર મુજબ ચોંકવનારો ખુલાસો થયો છે કે પાકિસ્તાની સેના પ્રમુખ રાહીલ શરીફને આ આતંકી હુમલા વિષે પહેલેથી ખબર હતી. વળી તેવી પણ ખબર આવી રહી છે કે પાકના વડાપ્રધાન નવાઝ શરીફ ભારતથી મળેલા ગુપ્ત પુરાવા બાદ આતંકી સંગઠન પર કામ કરવા તૈયાર છે પણ સેના પ્રમુખ આમ કરવાની ના કહી દીધી છે.

કોંગ્રેસ કહ્યું કોના ભરોસે વડાપ્રધાન ગયા હતા પાકિસ્તાન!

કોંગ્રેસ કહ્યું કોના ભરોસે વડાપ્રધાન ગયા હતા પાકિસ્તાન!

પઠાણકોટ આતંકી હુમલા બાદ કોંગ્રેસ પ્રવક્તા આનંદ શર્માએ મોદી પર સકંજો કસતા કહ્યું કે કોના ભરોસે મોદી પાકિસ્તાન ગયા હતા. પઠાણકોટ એરબેઝ હુમલો ખાલી માનવતા પર જ હુમલો નથી તે ભારતમાંને ચોટ પહોંચાડી છે.

રીક્ષાચાલકના છોકરાએ કર્યો વર્લ્ડ રેકોર્ડ ફટકાર્યા 1,009 રનો

રીક્ષાચાલકના છોકરાએ કર્યો વર્લ્ડ રેકોર્ડ ફટકાર્યા 1,009 રનો

મુંબઇમાં અડંર 16 ઇન્ટર સ્કૂલ મેચ દરમિયાન પ્રણવ ધનવાડે નામના એક 15 વર્ષીય બાળકે 1,009 રન ફટકાર્યા તે પણ 323 બોલ્સમાં 395 મિનિટમાં જેમાં તેણે 129 ચોગ્ગા અને 59 છગ્ગા માર્યા અને તેમ છતાં નોટ આઉટ રહ્યો. પ્રણવ કેસી ગાંધી હાઇસ્કૂલમાં ભણે છે. અને તેના પિતા એક રીક્ષાચાલક છે.

તેલંગાનામાં થયો બસ અકસ્માત 15 લોકો ઇજાગ્રસ્ત, 1ની મોત

તેલંગાનામાં થયો બસ અકસ્માત 15 લોકો ઇજાગ્રસ્ત, 1ની મોત

તેલંગાનાના અદીલાબાદ વિસ્તારમાં એક બસ પુલથી પડી જતા એક વ્યક્તિની મોત થઇ છે અને 15 થી 18 લોકો ઇજાગ્રસ્ત થયા છે. તેલંગાના રાજ્ય પરિવહનની આ બસના ડ્રાઇવરે પોતાનું સંતુલન ખોતા આ અકસ્માત સર્જાયો હતો.

English summary
January 05: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X