For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પઠાણકોટ હુમલામાં આર્મી ચીફે સ્વીકારી આ વાત

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

પાકિસ્તાનના ક્વેટામાં બોમ્બ ધડાકો 15ની મોત

પાકિસ્તાનના ક્વેટામાં બોમ્બ ધડાકો 15ની મોત

પાકિસ્તાનના ક્વેટા પોલિયો સેન્ટરમાં બોમ્બ બ્લાસ્ટ થતા 15 લોકોની મોત થઇ ગઇ છે અને 20 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. વળી આ સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. કહેવામાં આવે છે કે પોલિયો અભિયાનનો વિરોધ કરવા માટે આ બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે પાક.માં તેવી અફવા હતી કે પોલિયો કર્મીઓ પોલિયોના નામે અનેક લોકોની નસબંધી કરાવી રહ્યા છે માટે તેનો વિરોધના પગલે આમ કરાયું છે.

બેંગ્લોર ચર્ચ સ્ટ્રીટ બ્લાસ્ટ કેસ સીસીટીવી ફુટેઝમાં દેખાયો સંદિગ્ધ

બેંગ્લોર ચર્ચ સ્ટ્રીટ બ્લાસ્ટ કેસ સીસીટીવી ફુટેઝમાં દેખાયો સંદિગ્ધ

રાષ્ટ્રિય તપાસ એજન્સીએ બેંગ્લોરમાં ડિસેમ્બર 2014માં થયેલા બ્લાસ્ટના સીસીટીવી ફૂટેઝમાં એક વાદળી શર્ટ પહેરેલો અને શંકાસ્પદ લાગતો માણસ નજરે પડ્યો છે. નોંધનીય છે કે આ ધટનાના બે વર્ષ બાદ પર આ ધટનાને લઇને કોઇ સ્પષ્ટ જાણકારી પ્રાપ્ત કરવામાં પોલિસ અસફળ રહી છે.

પઠાણકોટ હુમલામાં આર્મી ચીફે સ્વીકારી આ વાત

પઠાણકોટ હુમલામાં આર્મી ચીફે સ્વીકારી આ વાત

પઠાણકોટ એરબેઝ પર આતંકી હુમલા બાદ આર્મી ચીફ દલબીર સુહાસે કહ્યું કે સેનાને એનએસજી તરફથી કોઇ પણ નિર્દેશ નહતા મળી રહ્યા. વળી તેમણે સ્વીકાર્યું કે હાલની લડાઇની સ્થિતિઓને સમજવા માટે ભારતીય સેના પૂરી રીતે તૈયાર નથી. અને એરબેઝ પર રહેલા 10 હજાર લોકોના જીવનને બચાવવું અમારા માટે જરૂરી હતું. અને માટે આ ઓપરેશન લાંબા સમય સુધી ચાલ્યું.

મેગીની ગુણવત્તા મામલે કોર્ટે આપ્યા 8 અઠવાડિયા

મેગીની ગુણવત્તા મામલે કોર્ટે આપ્યા 8 અઠવાડિયા

સુપ્રિમ કોર્ટે મેગીની ગુણવત્તા મામલે અને તેમાં લેડ કે એમએસજી માનક માત્રા મુજબ છે કે નહીં તે તપાસવા માટે મૈસૂરની લેબને 8 અઠવાડિયામાં તપાસ કરીને રિપોર્ટ સબમિટ કરવાનું કહ્યું છે. નોંધનીય છે કે નેસ્લેની મેગી લાંબી લડાઇ બાદ બજારમાં પાછી ફરી છે પણ હજી પણ તે વિવાદોમાંથી બહાર નથી આવી.

26 જાન્યુઆરી રચાશે ઇતિહાસ, ફ્રાંસના રાષ્ટ્રપતિ બનશે ભારતના મહેમાન

26 જાન્યુઆરી રચાશે ઇતિહાસ, ફ્રાંસના રાષ્ટ્રપતિ બનશે ભારતના મહેમાન

26મી જાન્યુઆરી 2016ના રોજ તમામ ભારતીયો માટે એક ઐતિહાસિક દિવસ હશે. કારણ કે આ વર્ષે ગણતંત્ર દિવસની પરેડમાં પહેલી વાર ફ્રાંસની રેજિમેન્ટ પરેડમાં ભાગ લેશે. અને ફ્રાંસના રાષ્ટ્રપતિ ફ્રાંસવા ઓલાન્દ આ કાર્યક્રમના મુખ્ય અતિથિ બનશે. નોંધનીય છે કે ગત વર્ષે પહેલા વાર અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા ગણતંત્ર દિવસના મુખ્ય અતિથિ બન્યા હતા.

લોહરીના પર્વ પર આપ સૌને શુભેચ્છાઓ

લોહરીના પર્વ પર આપ સૌને શુભેચ્છાઓ

આજે શીખ સંપ્રદાયનો મહત્વનો પર્વ લહોરી છે. જેને સમગ્ર ઉત્તર ભારતમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. નવા પાકના આગમન માટે આ પર્વની ઉજવણી કરવામાં આવે છે.

બીજેપીનો આક્ષેપ મમતા બચાવે છે માલદાના આરોપીઓને

બીજેપીનો આક્ષેપ મમતા બચાવે છે માલદાના આરોપીઓને

માલદા તાંડવ બાદ બીજેપીએ મમતા બેનર્જીની સરકાર પર અરાજકતા અને આતંક ફેલાવાનો અને માલદાના આરોપીઓને બચાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું છે તે મમતાની સરકાર પુરાવાઓને નષ્ટ કરી રહી છે. જો કે મમતાએ ભાજપના આ તમામ આક્ષેપોને ખોટા કર્યા છે.

મધ્યપ્રદેશના મનાવરમાં શૌર્ય યાત્રા પર થયો પથરાવ

મધ્યપ્રદેશના મનાવરમાં શૌર્ય યાત્રા પર થયો પથરાવ

મંગળવારે વિહિપ અને બજરંગ દળ દ્વારા સ્વામી વિવિકાનંદ જયંતી નિમિત્તે મધ્યપ્રદેશના મનાવરમાં નીકળેલી શૌર્ય યાત્રા પર પથરાવ થતા પરિસ્થિત વિકટ બની હતી. જે બાદ 14 દુકાનો અને વહાનો પર આગચાંપીની ધટના અને તોડફોટ થતા પોલિસ દોડતી થઇ હતી. જે બાદ ધારા 144 લગાવવામાં આવી હતી.

સ્વામીએ રામ મંદિર મામલે માંગી મોદીની મદદ

સ્વામીએ રામ મંદિર મામલે માંગી મોદીની મદદ

ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રામ મંદિર મામલે એક પત્ર લખી કોર્ટમાં ચાલી રહેલા આ કેસની ફાસ્ટ ટ્રેક પર લાવી તેની રોજ સુનવણી થાય તેવી માંગ કરી છે. વળી તેમને ભાજપના ધોષણાપત્રણઆં રામમંદિર બનાવવાનો મુદ્દો પણ મોદીને યાદ કરાવ્યો છે.

અફધાનિસ્તાનમાં ભારતીય દૂતાવાસ પર ફરી હુમલો

અફધાનિસ્તાનમાં ભારતીય દૂતાવાસ પર ફરી હુમલો

અફધાનિસ્તાનમાં ભારતીય દૂતાવાસ પર ફરી એક વાર હુમલો થયો છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ આ વિસ્ફોટમાં 5 લોકોની મોત અને 12 લોકો ઇજા ગ્રસ્ત થયા હોવાની ખબર મળી છે. દૂતાવાસ પર આત્મધાતી હુમલો કરવામાં આવ્યો હતો.

ગુજરાતમાં છવાઇ ઉત્તરાયણ પહેલાની ધૂમ, બજારોમાં પડાપડી

ગુજરાતમાં છવાઇ ઉત્તરાયણ પહેલાની ધૂમ, બજારોમાં પડાપડી

14ની જાન્યુઆરી ઉત્તરાયણ ભલે હોય પણ અમદાવાદથી લઇને ગુજરાતના ધાબાઓ પર પતંગો તો ક્યારનીય ઉડવા લાગી છે. ત્યારે છેલ્લી ધડીની ખરીદી માટે બજારોમાં ભારે ભીડ જોવા મળી હતી. શાક પણ મોંધુ થયું હતું તો બીજી તરફ દોરી, પતંગોની દુકાનો પર પણ લોકોની ભીડ જોવા મળી હતી.

ચરોતરવાસીએ વધુ એક વ્યક્તિને ગુમાવ્યો. યુએસમાં થઇ ગુજરાતીની મોત

ચરોતરવાસીએ વધુ એક વ્યક્તિને ગુમાવ્યો. યુએસમાં થઇ ગુજરાતીની મોત

પાછલા પાંચ મહિનામાં અમેરિકામાં રહેતા અનેક ગુજરાતી અને ચડોતરવાસીઓની મૃત્યુ યાદીમાં વધુ એક નામ જોડાયું છે અમેરિકાના વર્જિનિયામાં રહેતા હર્ષદભાઇ પટેલની કોઇ અજાણ્યા શખ્શોએ ફાયરિંગ કરીને હત્યા કરી છે. તે સોમવારે રાત્રે સ્ટોર પર હતા ત્યારે આ બનાવ બન્યો હતો. આમ કુલ 11 ચરોતરવાસીઓએ અત્યાર સુધીમાં અમેરિકામાં પોતાના પ્રાણ ગુમાવ્યા છે.

વિસનગરમાં હાર્દિક પટેલ ત્રણ દિવસના રિમાન્ડ પર

વિસનગરમાં હાર્દિક પટેલ ત્રણ દિવસના રિમાન્ડ પર

મંગળવારે ચાંપતા પોલિસ બંદોવસ્ત સાથે મહેસાણાથી હાર્દિક પટેલને વિસનગર લઇ જવામાં આવ્યો હતો. જ્યાં જજ એ.એન.પટેલના નિવાસ્થાને જજ તેને 3 દિવસના જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો હતો. નોંધનીય છે કે વિસનગરમાં ધારાસભ્યોની ઓફિસની તોડફોડ મામલે પોલિસ હવે હાર્દિકની પૂછપરછ કરશે.

અમદાવાદના બિલ્ડર પર થયો પ્રાણધાતી હુમલો

અમદાવાદના બિલ્ડર પર થયો પ્રાણધાતી હુમલો

અમદાવાદના જાણીતા બિલ્ડર ગ્રુપ એચએન સફલ ગ્રુપના માલિક ધીરેન વોરા પર મંગળવારે સાંજે પ્રાણધાતી હુમલો થયો કેટલાક અજાણ્યા લોકો તેમની ગાડીના કાચ ફોડી નાખતા તેમનો ડ્રાઇવર, એકાઉન્ટન્ટ ઇજાગ્રસ્ત થયા છે. જે બાદ સેટેલાઇટ પોલિસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાઇ હતી. જેમાં ધીરેનભાઇએ જમીન મામલે વિવાદ થતા શાયોના ગ્રુપ માલિક પર શંકાને સોય મૂકી છે.

પલક અને ગુત્થીને બાબા રામ રહીમ પર બોલવું ભારે પડ્યું

પલક અને ગુત્થીને બાબા રામ રહીમ પર બોલવું ભારે પડ્યું

કોમેડી નાઇટ વીથ કપિલમાં દેખાતી પલક ઉર્ફ કિકુ કૈથલની મુંબઇ પોલિસે ધરપકડ કરી છે. તેમની પર ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમ પર શો દરમિયાન બોલીને 9 લોકોની ધાર્મિક ભાવના દુભાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. કિકુએ 27 ડિસેમ્બરના શોમાં એમએસજીનો ગેટઅપ પહેરીને દારૂ પીતા અને યુવતીઓ સાથે અશ્લીલ ડાન્સ કરતા હોવાની એક્ટિંગ કરી હતી. આ સિવાય ગુત્થી (સુનિલ ગ્રોવર) અને દાદી સમેત 9 લોકો પર કેસ નોંધાયો છે.

સુરતમાં ઝાયલો કારમાંથી પકડાયું ગૌમાંસ થયો વિવાદ

સુરતમાં ઝાયલો કારમાંથી પકડાયું ગૌમાંસ થયો વિવાદ

સુરતમાં એક કાળા રંગની ઝાયલો કારમાં ગૌમાંસ લઇ જવામાં આવી રહ્યું હતું પણ કાર કાપોદ્રા વિસ્તારમાં ડિવાડર સાથે અથડાતા અને ટાયર ફાટતા ડ્રાઇવર કાર મૂકી ફરાર થઇ ગયો હતો. જે બાદ પોલિસે કોથળામાં સંતાડેલુ ગૌમાંસ પકડી વધુ તપાસ આદરી છે.

English summary
January 13: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X